Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

વિર શહિદ જવાનોના પરિવારના લાભાર્થે આવતીકાલથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને સુરતમાં 'માનસ રાષ્ટ્ર કથા'

'રામકથા'ના માધ્યમથી અનોખી રાષ્ટ્ર ચેતના પ્રગટ થશેઃ રકતદાન પ્રવૃતિને પણ વધુ વેગવંતી કરાશેઃ દરરોજ સવા લાખ લોકો આવશેઃ પોથીયાત્રામાં પરમવિર ચક્ર વિજેતાઓ અને શહિદ પરિવારનાં જવાનો જોડાશે

 

રાજકોટ, તા. ૧ :. કાલે તા. ૨ ડિસેમ્બરને શનિવારથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને શહિદવિર જવાનોના પરિવારોને સહાય માટે સુરતમાં શ્રીરામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ કથા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સુરત શહેરના પૂણા-સીમાડા બીઆરટીએસ કેનાલ રોડ, કર્ણભૂમિ ખાતે સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન થઈ રહ્યુ છે. જેના ભાગરૂપે એક વિશાળ માર્ગદર્શન સભા કથા સ્થળે યોજાઈ હતી. જેમાં કથાના મુખ્ય આયોજક નનુભાઈ સાવલિયાએ સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતની જનતાને જાહેર આમંત્રણ આપતા કહ્યુ કે, રામકથાના ખર્ચના રૂ. ૧૦ કરોડના દાનની જાહેરાત કરાઈ હતી. તેમણે કહ્યું કે આ મારી કે મારા પરિવારની રામકથા નથી પરંતુ દેશ માટે શહાદત વહોરનારા શહીદોના પરિવાર માટેની આ રામ કથા છે.

વરાછા કો.ઓ. બેન્કના ચેરમેન કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે રાષ્ટ્રના સૈનિકો માટેની આ કથાનું યજમાન પદ સુરત શહેરને મળ્યુ છે તે સુરત શહેરનંુ સૌભાગ્ય છે. કોઈપણ દેશ મહાન ત્યારે થાય છે. જ્યારે તેના સૈનિકો અને સેના મહાન હોય અને નાગરિકોની પણ ફરજ બને છે કે તેમણે પણ સૈન્યને માટે ફરજ બજાવવાની છે. તેમણે કહ્યું હતુ કે રામકથાના આયોજન થકી જે દાન રકમ મળશે તેમાથી સૈનિકોના પરિવાર માટે જ તમામ રકમનો ખર્ચ થવાનો છે. આ રામકથા નહીં, પણ રાષ્ટ્રકથા છે. ભારત દેશમાં આ પ્રથમ એવી કથા હશે કે જેની તા. ૨ ડિસેમ્બર પોથીયાત્રા વ્રજભૂમિ ચોક ખાતેથી નીકળી કર્મભૂમિ પહોંચશે જેમા સંતો-મહંતો જ નહિ, પરંતુ દેશના બહાદુર પરમવીર ચક્ર વિજેતાઓ અને શહીદોના પરિવારો પણ જોડાશે. તેમજ આર્મી બેન્ડ હશે અને આખુ વાતાવરણ દેશભકિતનું હશે.

રામકથા દરમિયાન તમામ દિવસો દરમિયાન રકતદાનની પ્રવૃતિનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સતત ચાલુ રાખવામાં આવશે. જેમાં લોકસમર્પણ રકતદાન કેન્દ્રની ટીમ પણ સદપ્રવૃતિમાં જોડાયેલી રહેશે.

આ કથામાં અત્યારથી ૧૧૧૧ જેટલા દાતાઓએ રકતદાન કરવાની તૈયારી બતાવી છે.

રામકથા માટે યોજાયેલા મહાસભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો, હીરાના અને જ્વેલર્સના વેપારીઓ, ધાર્મિક સંસ્થાના હોદેદારો અને મહિલાઓ પણ જોડાયા હતા. સભામાં કરોડો રૂપિયાના દાનની જાહેરાત થઈ હતી. મથુરભાઈ સવાણીએ જણાવ્યુ હતુ કે, આ કથામાં દરેક વ્યકિત દાન આપવા માટે આગળ આવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રનું રક્ષણ કરતા સૈનિકોના હિતાર્થે રૂ.૨૦૦ કરોડથી વધુનું દાન એકત્ર થવાની સંભાવના હોવાનંુ કહ્યુ હતું.

દેશના શહિદોના માનમાં યોજાનારી રામકથામાં દરરોજ ૧.૨૫ લાખ લોકો આવે તેવી શકયતા છે. કથાના આયોજકો દ્વારા આ માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આયોજકો દ્વારા પૂજ્ય મોરારીબાપુની ૧૦૦ એકર જગ્યામાં કથા કરાવવામાં આવશે. જ્યારે ૧૫૦ એકર જગ્યામાં અને અલગ અલગ ૨૮ જગ્યાઓ પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરિવારથી અલગ, દિવાળી જેવા મહત્વના તહેવારોની ઉજવણી કર્યા વિના કે સંસારનું કોઈ સુખ ભોગવ્યા વિના જ દેશની સરહદની તમામ દિશાઓ સુરક્ષીત રાખવા માટે રાત-દિવસ એક કરતા ભારતના વીર જવાનો માટે સુરતમાં સરધાણા વિસ્તારમાં 'મારૂતી વીર જવાન ટ્રસ્ટ' દ્વારા રામકથાનું આયોજન કરીને રૂ. ૨૦૦ કરોડ ભેગા કરી શહિદોના પરિવારને સહાય કરવાનું અનોખુ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન માટે હાલમાં જ ૪૦ કરોડ જેટલા રૂપિયા ભેગા કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના રૂપિયા રામકથા થકી ભેગા કરવાનું ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

સરથાણા સીમાડા બીઆરટીએસ જંકશન, સણીયા ચેક પોસ્ટ, કેનાલ રોડ ઉપર આગામી બીજી ડિસેમ્બરના રોજથી રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. મોરારીબાપુના મુખે ર ડિસેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધી સવારે ૯-૩૦ વાગ્યાથી ૧-૩૦ વાગ્યા સુધી રામકથા કરવામાં આવશે. કથાના આયોજકો દ્વારા છેલ્લા કેટલાય મહિનોથી કરવામાં આવતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આ કથામાં દરરોજ ૧-રપ લાખ લોકો આવે તેવી શકયતા છે. આયોજક દ્વારા પુજય મોરારીબાપુની ૧૦૦ એકર જમીન પર કથા કરાવવામાં આવશે. જયારે ૧પ૦ એકર જમીનમાં અને અલગ-અલગ ર૮ ખુણાઓ પર પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આ કથામાં દરરોજ રાજયના ખુણે-ખુણેથી અને અન્ય રાજયોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભકતો આવી પહોંચે તે માટે આયોજકો દ્વારા પ૦૦૦ ઉતારાની અલાયદી વ્યવસ્થા અને વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

મતદાનના દિવસે લોકશાહી ધર્મના સન્માન માટે સાંજે શ્રીરામ કથા

રાજકોટ, તા. ર : મતદાનના દિવસને લોકશાહીનો ધર્મ ગણવામાં આવે છે. લોકો મુકતપણે અને વધુ માત્રામાં મતદાન કરે તે વાતને ધ્યાને લઇ મોરારી બાપુની રામકથાના આયોજકોએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે નિર્ણય અનુસાર મતદાનના દિવસે એટલે કે તા. ૭મી ડિસેમ્બરે ઘુણાના કર્ણભૂમિ ગ્રાઉન્ડમાં યોજાનાર રામકથા સવારના બદલે સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે અને રાત્રે દસ વાગ્યે પૂર્ણ થશે.

તા. ૨-૧૨-૧૭થી સુરતમાં મોરારીબાપુના તુલસીપીઠાસને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેની પૂર્ણાહુતિ તા. ૧૦ ડીસેમ્બરે થશે. સામાન્ય સંજોગોમાં રામકથા પ્રારંભના દિવસે સાંજે શરૂ થાય છે. ત્રીજા દિવસથી પૂર્ણાહુતિ સુધી દરરોજ સવારે નવ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી રહે છે. આ સુરતમાં આ કથાને અઐતિહાસિક બની રહેશે. એક તો સૈનિક પરિવારજનોના લાભાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજુ કથા દરમિયાન પૂર્ણાહુતિએ આગળના દિવસે એટલે કે ૭મીએ કથાનો સમય  સવારના બદલે સાંજનો રહેશે.

કથાના મુખ્ય આયોજન નનુભાઇ સાવલીયાએ કહ્યું હતું કે લોકો શાંતિથી મતદાન કરી શકે એ વાતને ધ્યાને લઇ આયોજકોએ નક્કી કર્યું કે મતદાનના દિવસે ફકત દિવસ નવ વાગ્યે નહીં પણ સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ કરવી આ વાત સવાર્નુમતે નક્કી કર્યા બાદ પોલીસ પાસે રાત્રીની કથાની મંજુરી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે મંજુરી પણ આપી દીધી છે. પોલીસ કમિનર સતીશ શર્માનો આ બાબતે સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આયોજકોએ મતદાનના દિવસે કથા સાંજે છ વાગ્યા પછી રાખવાની મંજૂરી માંગી છે જે મંજૂરી આપી દેવામાં આવે છે. આ ઉપરાંત રામકથા રાજકીય પ્લેટ ફોર્મ ન બની જાય તેની કાળજી રાખવા પણ આયોજકો દ્વારા સૂચના આપી છે.

 

(11:59 am IST)