Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભેંસાણનાં મેંદપરાની પરિણિતા પર ડફેર શખ્સનો બળાત્કાર

ધમકી આપીને દુષ્કર્મ કર્યાની ફરીયાદ

જૂનાગઢ તા. ૧ :.. ભેંસાણનાં મેંદપરાની પરિણિતા પર તેના જ ગામનાં ડફેર શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

જૂનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનાં મેંદપરા ગામે સીમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી પરિણિતાને બે મહિના અગાઉ બાજૂમાં જ રહેતો સુમાર ઇબ્રાહીમ ઉર્ફે ભુરી ડફેર નામનાં શખ્સે પુત્ર અને તેનાં પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને આ પરિણિતા પર દુષ્કર્મ આચર્યુ હતું.

નરાધમ શખ્સની ધમકીથી ડરી ગયેલી ર૧ વર્ષીય પરીણિતાએ આખરે ગઇકાલે ફરીયાદ કરતાં ભેંસાણ પોલીસે સુમાર ઇબ્રાહીમ સામે કલમ ૩૭૬ મુજબનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિશેષ તપાસ ભેંસાણનાં પીએસઆઇ એ. એલ. બારખીયા ચલાવી રહ્યા છે.

(5:19 pm IST)