Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ધોરાજી-ઉપલેટા વિધાનસભામાં સરકારી કર્મચારીઓને બહાર ફરજ બજાવે છે જેના ર૩૪૩ પોસ્ટલ બેલેટ મત આવી ગયા

ધોરાજી, તા. ૧ : ધોરાજી વિધાનસભા મતવિસ્તારના કર્મચારીઓ બહારગામ ફરજ બજાવે છે એવા તમામ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે એ હેતુથી પોસ્ટલ બેલેટ મોકલાવેલ જેમાંથી ર૩૪૩ પોસ્ટલ બેલેટ ભરાઇને આવી ગયા છે.

ધોરાજી ઉપલેટા વિસ્તારના સરકારી કર્મચારીઓ જેવો બહારગામ ફરજ બજાવી રહ્યા છે તેવો પણ લોકશાહીના ઢબે મતદાન કરી શકે એવા હેતુથી ધોરાજી પ્રાંત ઓફીસર ટી.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી આર.જી. કોઠડીયા અને તેની ટીમ દ્વારા પોસ્ટલ બેલેટના ફોર્મ નં.૧રના કર્મચારીઓ કે જે ચૂંટણી દરમ્યાન બહારગામ ફરજ બજાવી રહ્યા છે. આવા તમામ કર્મચારીઓને પોસ્ટલ બેલેસ ફોર્મ મોકલાવેલ હતા જેમાં કુલ ર૪પ૭ ફોર્મ મોકલાવેલ હતો જેમાંથી ર૩૪૩ ફોર્મ ભરાઇને આવી ગયા છે.

આમ જોતા ધોરાજી-ઉપલેટા વિસ્તારના સરકારી ફરજ બજાવતા કર્મચારીઓએ પણ લોકશાહીમાં પોતે બહારગામ હોવા છતાં અને મતદાનની ૯ તારીખ પહેલા જ પોતાનો ગુપ્તમત પોસ્ટલ બેલેટ દ્વારા ર૩૪૩ મત આપી દીધા છે જે મતગણત્રીની તા. ૧૮ ડીસેમ્બબરના રોજ ખોલવામાં આવશે.

આ બાબતે ધોરાજીના નોડલ અધિકારી (પોસ્ટલ બેલેટ) આર.જી. કોઠડીયા એ જણાવેલ કે તા. ૯ ડીસેમ્બરે લોકશાહી ઢબે સૌએ મતદાન કરવાની ફરજ છે અને જે કર્મચારીઓ નોકરીમાં વ્યસ્ત હોવા છતાં પણ જો મતદાન પોસ્ટલ બેલેટ દ્વારા કરી અને પ્રાંત કચેરી ખાતે મોકલી આપતા હોય તો દરેક નાગરિકની ફરજ છ. તેવો પણ તા. ૯ ડસેમ્બરના રોજ મતદાનના પ્રારંભથી જ પોતાનો કિંમતી મત દેશના હીતમાં આપવા વિનંતી કરેલ હતી.

(11:42 am IST)