Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

મોરબી:નાની સિંચાઈ યોજના હેઠળ તળાવ કૌભાંડના ચારેય આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

મોરબીમાં નાની સિંચાઇ યોજના હેઠળ તળાવ કૌભાંડના આરોપીઓની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટમાં તળાવ કૌભાંડમાં સંડોવાયેલા ચારેય આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી.

 

  સરકાર પક્ષે ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે હજુ આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક લોકોની ધરપકડ બાકી છે.આથી જો મુખ્ય સુત્રધારો જામીન પર છૂટે તો તપાસને અસર પહોંચે તેમ છે. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

  પહેલા મોરબીની સેશન્સ કોર્ટે પણ તમામ આરોપીઓની જામીન અરજી ફગાવતા આરોપીઓએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. તળાવ કૌભાંડમાં પોલીસે મોરબીના નિવૃત પૂર્વ કાર્યપાલક ઇજનેર સી.ડી. કાનાણી, રાજકોટના પ્રોપરાઇટર ચૈતન્ય પંડ્યા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરત રાઠોડ અને હળવદના ગણપત ઉર્ફે ગણેશ રાઠોડની ધરપકડ કરી છે.

(12:41 am IST)