Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

મોરબી જીલ્લાના ૧૩ ગામને જોડતા મુખ્ય રસ્‍તાઓના કામને લીલીઝંડીઃ દિવાળીની ભેટ

મોરબીઃ ગુજરાત સરકાર દ્વારા મોરબી તાલુકાના જુદા-જુદા ૧૩ ગામોને જોડતા મુખ્‍ય રસ્‍તાઓના મજબુતીકરણ અને રી-સરફેસ માટેના કામોને લીલીઝંડી આપી ગ્રામ્ય જનતાને સારા રસ્‍તાની દિવાળી ભેટ આપી છે.

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાના જણાવ્યા મુજબ માર્ગ મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા મોરબી તાલુકાના (૧) ખેવાડીયા અેપ્રોચ રોડ (૨) પીપળીયા અેપ્રોચ રોડ (૩) બીલીયા અેપ્રોચ રોડ (૪) લીલાપર-લખધીરનગર (નવાગામ) રોડ (પ) લખધીરનગર (નવાગામ) અડેપર રોડ (૬) નવા ખારચીયા અેપ્રોચ રોડ (૭) રામગઢ અેપ્રોચ રોડ (૮) જીવાપર અેપ્રોચ રોડ (૯) સોખડા અેપ્રોચ રોડ (૧૦) રંગપર અેપ્રોચ રોડ (૧૧) અમરનગર અેપ્રોચ રોડ (૧૨) ગુંગણ અેપ્રોચ રોડ (૧૩) બેલા-શનાળા રોડ સહિતના ગ્રામ્ય રસ્‍તાને ખાસ મરામ સદરે રી-સરફેસીંગ તથા મજબુતીકરણ માટે મંજુર કરેલ છે.

વધુમાં આ રસ્‍તાના કામોને જોબનંબર ફાળવવામાં આવેલ સાથે કાર્યપાલક ઇજનેરને ટેન્‍ડર પ્રક્રીયા હાથ ધરવા ગુજરાત સરકાર દ્વારા સુચના આપવામાં આવેલ છે. આ રસ્‍તાના કામો મંજુર થતા ગ્રામ્ય વિસ્‍તારના લોકોને પડતી મુશ્કેલી દૂર થશે અેવી મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદીયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(5:51 pm IST)