Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ચાઇનીઝ અભિનેતા જુના સોમનાથ મહાદેવના દર્શને

પિતૃ કાર્ય સાથે શિવ આરાધના કરીને હું ધન્ય થઇ ગયો : હોલીવુડ - ચીનના સુપરસ્ટાર જેકી જોસેફ શુ

શ્રી સોમનાથ મહાદેવ મંદિરે હોલીવુડ અભિનેતા જેકી ચેને પૂજા - આરાધના કરી હતી.

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૧ : જુના સોમનાથ મહાદેવ મંદિરના દર્શને હોલીવુડના અભિનેતા જેકી જોસેફ શુ આવીને ધન્યતા અનુભવી હતી. તેઓએ હોંગકોંગની ૨૦૦ ફિલ્મોમાં કામ કર્યું છે અને ચંદ્રના યોગની સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂજા કરાવી હતી. જેમાં ૩૧ ભૂદેવો જોડાયા હતા.

પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શને દેશ-વિદેશમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે જુના સોમનાથ દાદાના સાંનિધ્યમાં હોંગકોંગ (ચીન)ના સુપર સ્ટાર એકશન હીરો જેકી જોસેફ શુ ને બ્રુશલીનું બિરૂદ મળ્યું છે તે દર્શનનો લ્હાવો માટે પહોંચ્યા હતા. અહીં જેરી જે એ રૂદ્રાઅભિષેક, નવગ્રહના જાપ, મહામૃત્યુંજયના જાપ તેમજ પિતૃ કાર્ય કરી શિવ આરાધના કરી હતી.

સોમનાથના સ્થાનિક તીર્થ પુરોહિત દ્વારા જેકી જોસેફ શુને પૂજા કરાવાઇ હતી. સાથો સાથ સંસ્કૃતના શ્લોકનું ઇંગલીશમાં અનુવાદ કરી પૂજાવિધિનું માહત્મય સમજાવ્યું હતું. શિવજીનો પરમ ભકત જેકી પૂજા પાઠમાં અપાર શ્રદ્ઘા ધરાવે છે.

મૂળ ભારતના બેંગલોરના વતની અને હાલ ચાઈનાના જાણીતા ઉદ્યોગપતિ તરીકે જાણીતા પ્રદીપ શેટ્ટી કે જેઓ ચાઈનાના સુપર હીરો જેકીના અંગત રીતે પરિચિત છે. પ્રદીપ શેટ્ટી એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે જેકી શિવજીનો પરમ ભકત છે જેને લઈ હું આજે સોમનાથે ખાતે પૂજાપાઠ કરવા લઈ આવ્યો છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેકી ને ચાઈનામાં બ્રુશલીનું બિરૂદ મળેલ છે અને ત્યાંના લોકો તો જેકી ને બ્રુશલીનો બીજો અવતાર માને છે. તેમની સાથે તેમનો ભાઈ અને તેમનો મિત્ર પણ આજ ની પૂજાવિધિમાં જોડાયા હતા.

જેકીની ખાસ વાત તો એ છે કે ભારત સરકાર દ્વારા તેમને એવોર્ડ પણ એક મહિના પહેલા એનાયત કરવામાં આવેલ છે અને આવનારા કુંભ મેળામાં ચીફ ગેસ્ટ તરીકે પણ ઉપસ્થિત રહેવા નિમંત્રિત કરવામાં આવેલ છે.

ચાઈનાનો સુપર એકશન હીરો હિન્દી તો નથી જાણતો પણ તેણે મીડિયા ને જણાવ્યું કે હું શિવજી નો ભકત છું અને આજના દિવસે સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી મારા પરિવાર અને મારા મિત્રોની સુખાકારી માટે પૂજાપાઠ કરી ધન્ય બન્યો છું.(૨૧.૨૪)

(3:31 pm IST)