Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ

 વાંકાનેર : સીટી પોલીસ સ્ટેશનમાં એલઆઇબી હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ પ્રતાપસિંહ ઝાલા વય મર્યાદાને કારણે નિવૃત થતા તેને વિદાય આપવાનો સન્માન કાર્યક્રમ બુધવારે સાંજે સીટી પોલીસ સ્ટેશનમાં યોજવામાં આવેલ. જેના અધ્યક્ષ સ્થાને વાંકાનેર સર્કલ, ઇન્સ્પેકટર બ્રહ્મભટ્ટ રહ્યા હતાં. રાજભા જાડેજાએ જણાવેલ કે નિવૃત થયેલા પ્રવિણસિંહ એ વિવિધ પોલીસ વિભાગોમાં પ્રસંશનીય ફરજ બજાવી હતી તેના ભાગ રૂપે આજે તેઓની કારર્કીદીને બિરદાવવા માટે પોલીસ અને લોકો - પ્રજા સાથે સન્માન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ, પી. આઇ. વાઢીયા, પીએસઆઇ ધાધલ, પીએસઆઇ જાડેજા, પીએસઆઇ ગઢવી, પીએસઆઇ પરમાર, ડી. સ્ટાફના નરશીભાઇ, એકાઉન્ટર હરીભાઇ પટેલ, તેમજ પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ,  તથા વાંકાનેરના અગ્રણી ભુપતભાઇ પઢીયાર, દલપતગીરી, ક્ષત્રીય આગેવાનો, તેમજ વાંકાનેરના મહંમદભાઇ રાઠોડ સહિત પત્રકારો, મોમીન સમાજના વઘાસીયાના અગ્રણી અબૂજીભાઇ માથકીયા તેમજ અન્ય લોકો દ્વારા નિવૃત પ્રવિણસિંહ ઝાલાને શાલ ઓઢાડી, ફુલહાર કરી વિવિધ પ્રકારની ભેટ સોગાદો આપી શુભેચ્છાઓ પાઠવી હતી. (પ-ર૧)

 

(3:14 pm IST)