Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ભાવનગર-બોટાદ અને અમરેલી જીલ્લાઓનો યોજાયેલ કલસ્ટર મેગા જોબ ફેર

ભાવનગર : ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ સેલ અને પ્લેસમેન્ટ સેલના સંયુકત ઉપક્રમે ભાવનગરની એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે ભાવનગર, બોટાદ તથા અમરેલી જિલ્લાઓની સંયુકત 'કલસ્ટર મેગા જોબ ફેર'નું સફળતાપૂર્વક આયોજન થયેલ હતું. ભરતી મેળાનું ઉદ્ઘાટન સમારોહ ડો. ગિરિશભાઇ વાઘાણી, કુલપતિના અધ્યક્ષ સ્થાને અને ભાવનગરની એક્રેસિલ પ્રા.લી.ના સી.ઇ.ઓ. ચિરાગ પારેખની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રાદેશિક રોજગાર નાયબ નિયામક જે.ડી. જેઠવા, આચાર્ય કે.એસ. વાટલિયા, એમ.જે. કોલેજ ઓફ કોમર્સ, તેમજ ત્રણ જિલ્લાની રોજગાર કચેરીના અધિકારી-એસ.પી. વાટલિયા, એમ.જે. કોલેજ ઓફ કોમર્સ, તેમજ ત્રણ જિલ્લાની રોજગાર કચેરીના અધિકારી-એસ.પી. ગોહિલ, એન.જે. દવે, પી.કે. ત્રિવેદી, ડી.આર. ધોળકીયા તથા સી.જે. દવે સહિત આઇ.ટી.આઇ. ભાવનગર અને રોજગાર કચરી પરિવારના સર્વે સ્ટાફ દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે સુચારૂ વ્યવસ્થાપક ગોઠવવામાં આવેલ હતી. કુલપતિ દ્વારા યુવાનોને ઉઘડતી ક્ષિતિજો અને સ્કિલ્ડનું મહત્વ સમજાવેલ હતું. ચિરાગ પારેખ એ અંગ્રેજી, કોમ્પ્યુટર પરના પ્રભુત્વ તથા કોમ્યુનિકેશન સ્કીલ પર ભાર મૂકી પ્રગતિ માટે પ્રારંભ કરવા શીખ આપી હતી. આજના રોજગાર ભરતી મેળામાં ત્રણ જિલ્લાના કુલ ૩૭૦૦ ઉમેદવારો ઉપસ્થિત રહી પપ નોકરીદાતાઓ પાસે પોતાની યોગ્યાતા પરવાર કરવા તક પ્રદાન થયેલ હતી.(૮.૭)

(1:56 pm IST)