Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

વિશ્વપ્રેમ પાર્ક વઢવાણ ખાતે ગરબા યોજાયા

વિશ્વપ્રેમ પાર્ક ડેરી સામે વઢવાણ ખાતે રાજેન્દ્રભાઇ રાવલ પરિવાર તથા રાજુભાઇ દવે દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળે ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે મુન્નાભાઇ ગીરીશભાઇ (કલરવાળા), ગિરીશભાઇ સોની, રાજુભાઇ દવે, શૈલેષભાઇએ આનંદના ગરબા રજૂ કર્યા હતાં. વિશ્વપ્રેમ પાર્ક સોસાયટીના રહીશો આ પ્રસંગે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

(12:50 pm IST)