Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ઉપલેટામાં સરદાર પટેલ જયંતિ ઉજવાઇ

  ઉપલેટાઃ આજે અહિંના લેઉઆ પટેલ સમાજ ખાતે સવારના ૧૦ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ ની ૧૪૪ મી જન્મ જયંતિ નિમીતે ખોડલધામ સમિતિ અને લેઉઆ પટેલ યુવક મંડળ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પ તથા મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડ યોજના મેગા કેમ્પનું  ભવ્ય આયોજન  કરવામાં આવેલ. દિપપ્રાગટય ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ કરેલ અને સ્વાગત યુવક મંડળના પ્રમુખ ધવલભાઇ સોજીત્રાએ કરેલ મહા બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૦૦ થી વધુ બોટલ રકત એકત્ર થયેલ હતુ. અને ૧પ૦ થી વધુના પરિવારોને માં કાર્ડ કાઢી આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં છગનભાઇ સોજીત્રા, ગોપાલભાઇ ઝાલાવડીયા, ડી.બી. રામાણી, દાનભાઇ ચંદ્રવાડીયા, ધવલ માકડીયા, ડાયાભાઇ ગજેરા, અશોકભાઇ શેઠ, વિનુભાઇ ઘેરવડા, પ્રદિપભાઇ જોશી સહિતના આગેવાનો સમાજના ભાઇ બહેનો યુવાનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ સમિતિના વિઠ્ઠલભાઇ વોરા, ચંપાબેન ગજેરા સહીત સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. (૧૧.ર)

(11:46 am IST)