Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

બોટાદ ખાતે દિવ્યાંગ ભાઈ – બહેનો માટે જિલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ યોજાયો

બોટાદ, તા.૧: બોટાદ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વ્રારા આયોજિત અને વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદના સહયોગથી આજે બોટાદ ખાતે આવેલ શ્રીએમ.ડી.શાહ વિદ્યાલય, પાળીયાદ રોડ, બોટાદ ખાતે દિવ્યાંગ ભાઈ – બહેનો માટે જિલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ  યોજાયો હતો.

આ સ્પે.ખેલ મહાકુંભમાં બોટાદ જિલ્લાના કુલ – ૧૯૫  દિવ્યાંગ ભાઈ – બહેનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમા કુલ - ૧૭૩ જેટલા દિવ્યાંગ ભાઈ  - બહેનોએ  ૩ – વયજૂથ અને ૪ – કેટેગરી મુજબ  ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભમાં લાંબી કૂદ, ઊંચી કૂદ, ચક્રફેંક, ટ્રાઈસિકલ રેસ, વ્હિલચેર હર્ડલ રેસ, ભાલાફેંક, ગોળાફેંક તથા ૧૦૦ મી.દોડ સહિતની કુલ – ૮ જેટલી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી નરેશ ગોહિલ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કિશોરભાઈ પીપાવત, ભાવનગર યુનિવર્સીટી સેકશન ઓફિસરશ્રીમતી ઈલાબેન દવે, વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટના મંત્રીશ્રી મનસુખભાઈ સોલંકી, રણછોડભાઈ મેર, પાર્થ કેરીયર એકડેમી શ્રી ચુડાસમા, પ્રવિણભાઈ રોજાસરા તથા અધિકારી – પદાધિકારીશ્રીઓ, નિર્ણાયક, કન્વીનરશ્રી, દિવ્યાંગ ભાઈ – બહેનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.(૨૩.૨)

(11:44 am IST)