Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

આટકોટમાં અડધા કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

ઠેર ઠેર પાણી ભરાયા : રોડ રસ્તા અને શેરીઓમાં નદી વહી : નદી નાળા છલકાયા

રાજકોટ:  જિલ્લાના આટકોટમાં અડધા કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. માત્ર અડધા કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયું હતુ. ભારે વરસાદથી રોડ રસ્તા,ખાબોચિયા અને શેરીઓ પાણીથી છલકાઇ હતી. તો નદી નાળાઓમાં પણ પાણી વહેતું થયું હતુ. ભારે વરસાદથી ખેતીના પાકને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.

(9:55 pm IST)