Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

હળવદના ચરાડવામાં રાત્રે ધમધોકાર વરસાદ

હળવદમાં દોઢ ઇંચઃ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે મેઘમહેર

હળવદ તા.૧: મોરબી જીલ્લાના હળવદ તાલુકાા ચરાડવામા કાલે રાત્રીના ૪ ઇંચ જેટલો વરસાદ પડતો ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા.

કાલે સાંજના સમયે વાતાવરણ ગોરંભાયુ હતુ અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદનુ જોર સતત વધ્યુ હતુ.

આ વરસાદના કારણે નદી,નાણા,બ્રહ્માણી ડેમમાં નવા નીર આવ્યા હતા અને ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમા વધારો થયો છે.

જો કે હળવદમાં દોઢથી ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

એક સાથે ૪ ઇંચ જેટલો વરસાદ વરસતા મગફળી, કપાસ,તલ સહિતના પાકને નુકશાન થયુ છે.

(3:33 pm IST)