Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

વિસાવદરના વિવિધ સમાજ, જ્ઞાતિ, સંસ્થા દ્વારા જુનાગઢના મેયરનું સન્માન

વિસાવદર તા.૧ : વિસાવદરના શ્યામવાડીમાં જુનાગઢના મેયર, વિસાવદરના પનોતાપુત્ર અને વતનના રતન એવા ધીરૂભાઇ ગોહેલનો વિવિધ સમાજ જ્ઞાતિ અને સંસ્થા દ્વારા શાલ, મોમેન્ટ અને પુષ્પમાળા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.

સૌ પ્રથમ મેયરશ્રી સંતવૃંદ તથા તમામ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપપ્રાગટય સાથે કાર્યક્રમની મંગલ શરૂઆત કરવામાં આવી.

મેયરશ્રીના સન્માન માટે લોહાણા સમાજ, મેડીકલ સાધન સેવા કેન્દ્ર, પટેલ સમાજ, રા. બ્રા. સમાજ, દાઉદી વોરા સમાજ, અંધ વિદ્યાર્થીભુવન, માનવ સેવા સમિતિ, આર્યસમાજ, સુન્ની મુસ્લિમ સમાજ, લાયન્સ કલબ, બ્રહ્મસમાજ, પરશુરામ યુવા સંસ્થા, ધોબી સમાજ, શાયોના ગ્રુપ , રાજપુત સમાજ, સોરઠીયા વણીક સમાજ, પત્રકાર સંઘ, આપાગીગા યુવક મંડળ, દરજી સમાજ કોળી સમાજ, શ્યામ મહિલા મંડળ દલિત સમાજ વાલ્મીકી સમાજ, સોની સમાજ ચેમ્બર ઓફ કોમર્સ, ગોરક્ષક સમિતિ, જૈન વણિક સમાજ, આહીર સમાજ, તાલુકા ભાજપ એકતાગ્રુપ, રામાનંદી સાધુ સમાજ, મોચી સમાજ, ભરવાડ સમાજ, વાણંદ સમાજ, બ્રહ્મક્ષત્રિય સમાજ, રામધુન મંડળ, સમભાવ મિત્ર મંડળ, જગન્નાથ મંદિર, શહેર ભાજપ, કેશવ કો.ઓપરેટીવ દશનામ ગોસ્વામી સમાજ, માર્ગી સાધુ સમાજ, જનજાગૃતિ સમિતિ, ચામુંડા માતાજી મઢ, કડિયા સમાજ જાંબુડા, સરસઇ અને માંડાવડ તથા અન્ય સંસ્થાઓ દ્વારા સન્માનીત કરવામાં આવેલ.

ઉપરોકત પ્રસંગે પધારેલ સંતો પૂ. સદાનંદબાપુ ચાંપરડા, પુ. ધીરૂબાપુ (સતાધાર) દાઉદી વોરા સમાજના ધર્મગુરૂ પૂ. જનાબ સાહેબ તથા સ્વામીનારાયણ સંતોને શાલ - પુષ્પમાલાથી સન્માનીત કરવામાં આવ્યા.

અર્જુનસિંહ રાઠોડ (ચાંપરડા અધ્યક્ષ) તથા કિરીટભાઇ પટેલ (જિલ્લા ભાજપ અધ્યક્ષ)શ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ.

મેયરશ્રીએ પોતાના વકતવ્યમાં અથતિ ઇતિ સુધીના અમરેલી, વિસાવદર અને જુનાગઢના બાળપણથી લઇ અત્યાર સુધીનાં પોતાના ભુતકાળના સંસ્મરણો વાગોળેલ. 'સિધ્ધી તેને વરે છે જે પરસવે ન્હાય'.

મેયર બનવા માટે પોતાની અનિચ્છા છતા હાઇકમાન્ડના આદેશને માન આપી ચુંટણી લડયા, સાલસ, પરોપકારી, મિલનસાર અને નિખાલસ સ્વભાવને કારણે લોકોએ મેયર તરીકે સ્વીકાર્યા ન ભૂતો એવો ઈતહાસ રચાયો કે વર્તમાન સરકારે ચુંટણી પહેલા જુનાગઢ મેયર તરીકે ધીરૂભાઇ ગોહેલ આરૂઢ થશે તેવું ફરમાન જાહેર કરેલ અને જુનાગઢ મેયર તરીકેનું સ્થાન શોભાવી રહયા છે.

(1:15 pm IST)