Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

માણાવદરનાં મરમઠ ગામે ડેન્ગ્યુનાં ર દર્દીને ધસમસતા પુરમાંથી રેસ્કયુ કરાયા

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર તા. ૧: પંથકમાં ગઇકાલના ઝંઝાવાતી અને અનરાધાર વરસાદથી સમગ્ર પંથક જળબંબાકાર થયો હતો તેમાં માણાવદર કન્ટ્રોલ રૂમમાં મરમઠ ગામેથી તત્કાલ બે ડેન્ગ્યું દર્દીના જાન જોખમમાં હોવાની ફોન ઉપર મદદ માંગતાં તત્કાલ મામલતાદરશ્રી અઘારા, ટીડીઓ શ્રી મોરી ત્થા રેસ્કયુ ટીમમાં જે. ઓ. ઠેબા, કે. પી. જાડેજા સહિત મારતી ગાડીએ મરમઠ પહોંચ્યા હતાં મરમઠ ગામ પાસેથી વહેતી નદી કે જેમાં ભાદરના પૂર ત્થા ધુંધવી નદીના પાણી એક કિ.મી. સુધીની નદી ઓળંગવાની હતી પરંતુ તેમાં ગ્રામજનો ત્થા રેસ્કયુ ટીમના જવાનોએ જાનના જોખમે ધસમસતા પુરમાં જાનના જોખમે માનવ સાંકળ રચી તાવ અને ડેન્ગ્યુંના દર્દી રાહુલ રામભાઇ વરૂર વાયરલ તાવ (ઉ.વ. ૩૧) અને ભરત નારણભાઇ વરૂ (ડેન્ગ્યું  હતો. ઉ.વ. ૩પ) બન્નેને મરમઠ ગામેથી ૧ કિ.મી. ધસમસતા પુરમાંથી બહાર કાઢી તત્કાલ સરકારી હોસ્પિટલે ત્યાંથી જુનાગઢ ખાનગી હોસ્પિટલે રીફર કર્યાં હતાં અધિકારીઓના જણાવ્યાનું સાર તેઓના ડેન્ગ્યું તાવથી કાઉન્ટ ઘટી ગયા હતાં જો સમયસર ન કાઢીએઢ તો મુશ્કેલી સર્જાય તેમ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે એક બાજુ ભાદર નદીના પુર બીજી બાજુ ઓઝત નદીના પુર ત્થા ખારાડેમના દરવાજા ખોલીયા તેથી ત્રણેય દિશામાં અને તેની નીચેના ગામડા જળબંબાકાર થઇ ગયેલ હતાં માણાવદર પંથકમાં પૂર હોનારત વખતે મુશ્કેલી સર્જાય છે.

(12:11 pm IST)