Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ધોરાજીની પટેલ પરિણિતાને ત્રાસ આપી આપઘાતની ફરજ પાડવા અંગે પતિને ૭ વર્ષ સાસુ-નણંદને ૩ વર્ષની સજા

ધોરાજી,તા.૧:ધોરાજી તાલુકાના ભોળા ગામે રહેતા પટેલ પરિવાર ની દીકરીને સાસરિયા પક્ષે ત્રાસ આપતા જે કેસ ધોરાજી કોર્ટમાં ચાલી જતા પતિને સાત વર્ષની અને નણંદ અને સાસુને ત્રણ વર્ષની સજા ફરમાવતા પટેલ સમાજમાં ચર્ચા વ્યાપી ગઈ હતી

ધોરાજીનાઙ્ગ સરકારી વકીલ કાર્તિકેય પારેખ એ માહિતી આપતા જણાવેલ કેઙ્ગ ધોરાજી તાલુકાના ભોળા ગામના નાનજીભાઈ મોહનભાઇ વાછાણી એ એવી ફરિયાદ લખાવી હતી કે તેમની દીકરી કંચનબેન ઉર્ફે શીતલ ના લગ્ન પડવલા ના રહેવાસી વિનોદભાઈ મગનભાઈ માકડીયા સાથે કરવામાં આવેલા હતા. આ લગ્નજીવનથી તેમને બે બાળકો પણ થયેલા અને ત્યારબાદ તેમના સાસુ ચંદ્રિકાબેન અને નણંદ હેતલબેન નો ત્રાસ વધતો ગયો. આ અસહ્ય ત્રાસના લીધે ભૂતકાળમાં પણ તેની માવતર જતા રહે અને જ્ઞાતિના આગેવાનોએ સમાધાન કરાવી ફરીથી દ્યરસંસાર ચાલુ કરાવેલ. પરંતુ ત્યારબાદ આ શીતલબેન ના સાસુ-નણંદનો અસહ્ય ત્રાસ ચાલુ રહ્યું શીતલ બેન ને પડવલા મુકામે રહેવા ફરજ પાડેલ અને તેના બંને સગીર બાળકો ને ઉપલેટા તેના સાસુ લઈ જતા અને ઉપલેટામાં તેમના નણંદના મકાનમાં રાખવામાં આવતા. મરણ જનાર ને વારંવાર પોતાના બાળકો સાથે પોતાની રહેવાની ઇચ્છા વ્યકત કરે પરંતુ તેમના પતિ અને સાસુ તથા નણંદે બાળકોના ભણતરના બહાના હેઠળ સાથે રહેવા દીધું નહીં.

આ બાબતે લાગી આવતા તેણે પડવલા થી નીકળી ગયેલ ઉપલેટા રેલ્વે સ્ટેશનમાં ટ્રેન નીચે પડતું મૂકી અને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ગુનો નોંધાતા સ્ટેશન માસ્તર તથા અન્ય જરૂરી લાગતા-વળગતા શહીદોના નિવેદન નોંધી અને પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી હરેશભાઈ એમ ધાંધલ એ ચાર્જશીટ કરેલો ત્યારબાદ કમી થઈને ધોરાજી આવેલો અને પુરાવો નોંધાયા બાદ ફરિયાદ પક્ષ તરફથી આરોપી વિનોદભાઈ ચંદ્રિકાબેન તથા હેતલબેન ગુન્હેગાર ઠરાવવા દલીલો કરવામાં આવેલ અને જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં દીકરીને માવતર પણ આબરૂ જવાની બીકે સાચવે નહીં અને સાસરામાં ત્રાસ વધતો જાય ત્યારે આવું પગલું ભરે તે હળવાશથી લઈ શકાય નહીં.

આરોપી તરફે દલીલો કરવામાં આવેલી અને ધોરાજીના એડિશનલ સેશન્સ જજ શ્રી હેમંતકુમાર અરવિંદભાઈ દવેએ આખા કેસની પુરાવા ની ચર્ચા કરી અને આરોપી દિપેનભાઇને સાત વર્ષની સજા તથા નણંદ  તેમને એક ચાઈલ્ડ હોય તથા તેમનો ગુનો રોલ જોઇ ત્રણ વર્ષની સજા કરેલ અને સાસુ ચંદ્રિકાબેન નિવૃત્ત્િ। ઉંમર જોઈએ ત્રણ વર્ષની સજા ફટકાલ આ ત્રણ વર્ષની સજા નો હુકમ આરોપી તરફથી જામીન આપતા મોકુફ રાખવામાં આવેલ.

(12:11 pm IST)