Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ભાણવડની પુરૂષાર્થ સ્કુલમાં આપદા સમયે સાવચેતી અંગે માર્ગદર્શન આપતી એનડીઆરએફ ગાંધીનગરની ટીમ

ભાણવડઃ પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલ ખાતે ગાંધીનગર એનડીઆરએફની ટીમ દ્વારા આપદા સમયે સાવચેતીના કેવા પગલા લેવા તે અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાઇ ગયો. એનડીઆરએફ ગાંધીનગર ટીમ દ્વારા પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલના બાળકોને કુદરતી આપદા જેવી કે પુર, વાવાઝોડું, ભૂકંપ, સુનામી વખતે કઇ કઇ સલામતી જાળવવી તે અંગે વિસ્તારપુર્વક સચોટ માહિતી આપી હતી. કોઇપણ સ્થિતિમાં કઇ રીતે સલામત રીતે બચવું તે અંગે ડેમો સાથે સમજણ આપી હતી. તેમજ મોટી ઇમારતોમાં ફસાયેલા વ્યકિતઓને સલામત બચાવી શકાય તેની પ્રેકટીકલી માહિતી આપતા શાળાના ચોથા માળેથી ટેકનિકલ ઓફિસર દ્વારા તેમજ શાળાના આચાર્યને પણ રોપવેથી સુરક્ષિત ઉતારવાનો ડેમો પ્રદર્શન બતાવેલ તેમજ સુરત જેવી આગની ઘટના વખતે ફસાયેલાઓને કેમ બચાવવા તેની સમજ આપી હતી. એનડીઆરએફ ગાંધીનગરના ઇન્સ્પેકટર મોહન સર, સબ ઇન્સપેકટર વસંતસર તેમજ સ્ટાફના ૧૮ ઓફિસરની ટીમ દ્વારા આ સતત અઢી કલાક સુધી વિવિધ સલામતિની વિવિધ ટેકનિકનો પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવેલ. કાર્યક્રમને અંતે એનડીઆરએફની ટીમના તમામ ઓફિસરોને શાળા તરફથી પુસ્તક અર્પણ કરી આધાર વ્યકત કરાયો હતો. (તસ્વીર-અહેવાલઃ ડી. કે. પરમાર-ભાણવડ)

(12:10 pm IST)