Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

કાયદાનો દુરૂપયોગ કરી પતિ તથા સાસુ-સસરા, જેઠ, નણંદને હેરાન પરેશાન કરતી પત્નિઓ સાવધાન

પત્નિ પિડિત પતિ (પુરૂષો)નું સંગઠનમાં સેંકડો ઉમટી પડયા...

 ભાવનગર તા. ૧ : કલ્પવૃક્ષ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા રોયલ કોમ્પલેક્ષ, ૩જા માળ ખાતે પત્નિ પિડિત પતિ (પુરૂષોનું) સંગઠન -મીટીંગ યોજાય હતી જેમાં ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાંથી તથા અન્ય જિલ્લામાંથી પિડિતો કે જેઓને પોતાની પત્નિઓ દ્વારા માનસિક ત્રાસ આપી સ્ત્રીઓની તરફેણનો કાયદાનો દુરૂપયોગ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી માનસિક રીતે ત્રાસ આપતા હોય તેવા સેંકડો પીડીતો આ સંગઠનમાં પોતાની વ્યથા ઠાલવવા તથા પોતાને ન્યાય મળે અને પુરૂષ આયોગની રચના સરકાર દ્વારા કરવામાં આવે તે માટેની રચના થાય એ માટે ઉપસ્થિત રહ્યા હતા.

પિડીતોએ પોતાની પત્નિઓ દ્વારા કરતા તથા ઉપજાવી કાઢેલા મનધડત બનાવોની ઉગ્ર રજુઆત કરવા સાથે જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા પુરૂષો માટે તથા પતિઓના રક્ષણ માટેના કાયદાની જોગવાઇ તાકીદે નહી કરવામાં આવે તો આગામી સમયમાં સંસ્કૃતિનષ્ટ પામશે અને સાથોસાથ આવા બનાવોનું પ્રમાણ વધશે પત્નિઓ દ્વારા કરવામાં આવતા ખોટા કેસો પછી તે શારીરીક, માનસિક, કે અન્ય કેશોનું પોલીસ કર્મીઓ દ્વારા કે કોર્ટ અધિકારીઓ દ્વારા ચુસ્તપણે ખરાઇ કરવામાં આવે તો પત્નીઓ દ્વારા કરવામાં આવતી ૧રપની કલમ અને ૪૯૮ ની કલમનો દુરૂપયોગમાં રોક લાગે તથા પુરૂષોનું જીવન બરબાદ થતુ બચે સાથોસાથ પતિ (પુરૂષ)ની સાથે સંકળાયેલ તમામ માનસિક ત્રાસમાંથી બચે.

આગામી કાર્યક્રમની રૂપરેખા  પણ આપવામાં આવી હતી અને પત્નિઓ દ્વારા કરાતી ખોટી ફરીયાદનીરજુઆતો પોલીસ, કલેકટર-જીલ્લા ન્યાયાધીશને તથા કાયદા પ્રધાનને પણ કરવામાં આવશે એમ પ્રમુખ કૌશિકભાઇ ભટ્ટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

(12:02 pm IST)