Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ઢસામાં ટ્રેન હડફેટે શ્રમિકનું મોતઃ એક ગંભીર

પુલ નીચે કલર કામ કરતી વખતે ડબલ ડેકર ટ્રેન નીકળતા બન્નેને ફંગોળતા અરેરાટી

ભવનગર-આટકોટ તા. ૧ :.. ભાવનગર જીલ્લાના ઢસા ઓવરબ્રીજ પાસે ર શ્રમિકોને ટ્રેને ફંગોળતા એકનું ઘટના સ્થળે મોત થયુ હતું જયારે બીજા શ્રમિકને સારવાર માટે ખસેડેલ છે.

ભાવનગર-રાજકોટ હાઇવે પર ઢસા ઓવરબ્રીજ નીચે કલર કામ કરી રહેલા બે શ્રમિકો બ્રીજ ઉપરથી ટ્રેન નીકળી ત્યારે કોઇ કારણોસર બન્ને ફંગોળાતા એક શ્રમીકનું મોત નિપજયુ છે. જયારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પીટલ ખસેડાયેલ છે.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર-રાજકોટ હાઇવે પર ઢસા ઓવરબ્રીજ પાસે પુલ નીચે રીનોવેશનનું કામ ચાલી રહયુ છે અને બે શ્રમિકો કલર કમ કરી રહ્યા હતા જયારે ડબલ ડેકર માલવાડી પુલ ઉપરથી પસાર થઇ હતી તે દરમ્યાન પુલ નીચે કલર કામ કરી રહેલા બે પરપ્રાંતીય શ્રમિકો ફંગોળતાં એક શ્રમીકનું મોત નિપજયુ હતું. જયારે એક ને ગંભીર ઇજા થતાં સેવાભાવી કાર્યકર મનીષભાઇ દવે વિગેરે એ યુવાનને હોસ્પીટલ ખસેડેલ અને ઉત્તર પ્રદેશનાં વતની આ શ્રમિકોનાં પરિવારજનોને જાણ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

દુર્ઘટનામાં કોન્ટ્રાકટરની બેદરકારી જોવા મળી હોવાનું ચર્ચાય છે કારણે મજૂરને બેલ્ટ ન હતો પહેરાવ્યો અને હેલ્મેટ પણ પહેર્યુ ન હતું.

(11:24 am IST)