Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુરેન્દ્રનગરમાં બે યુવકો કોઝવે પરથી નદીમાં વહી ગયા

વઢવાણ,તા.૧: ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદ વચ્ચે અનેક જગ્યાએ લોકો પાણીમાં તણાયા આવો જ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો છે. અહીં એક વીડિયો વાયરલ થયો છે.

જેમાં જોઈ શકાય છે કે અનેક લોકોની હાજરીમાં બે યુવકો નદીમાં તણાઇ રહ્યા છે. આ વીડિયો યુડાના બળાલા ગામનો હોવાનું સામે આવ્યું છે. અહીં જોખમી રીતે કોઝવે પાર કરવા જતાં બે યુવકો તણાયા હતા. વરસાદને પગલે ચૂડાનું બળાલા ગામ ફરીથી સંપર્ક વિહોણું બન્યું છે. સોમવારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ રહ્યા હતા, તો અમુક જગ્યાએ ભારે વરસાદ પણ ખાબકયો હતો.

(11:43 am IST)