Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ થાળે પાડવા બ્રિજેશભાઇ મેરજા અને રઘુભાઇ ગડારા કાર્યરત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧ : છેલ્લા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ અનરાધાર વરસાદને લઈને તેમજ મોટાભાગના ડેમો ઓવરફલો થવાથી છોડાયેલા પાણીને કારણે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. માર્ગો, સોસાયટીઓ અને ખેતરોમાં પાણી ભરાઈ જતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો. જળ જમાવની સ્થિતિમાં તંત્રની લાચારી ઉડીને આંખે વળગે એવી હતી ઙ્ગત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા સતત તંત્ર સાથે લાઈઝનિંગમાં રહી પરિસ્થિતિ થાળે પાડવા પ્રયત્નશીલ રહ્યા હતા. જયારે આ બાબતે બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોનું વરસાદના વિરામ બાદ તરત જ તાકીદે રીપેરીંગ કરવામાં આવશે.

પાછલા દિવસો દરમ્યાન થયેલી અતિવૃષ્ટિ અને તેને કારણે મોટાભાગના ડેમોમાંથી છોડાયેલા પાણીને લઈને નદી કાંઠાના વિસ્તારો સહિત મોરબી, માળીયા. મી. જેવા શહેરોની હાલત દયાજનક બની હતી. ત્યારે મોરબી, માળીયા.મી.ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રદ્યુભાઈ ગડારાએ માળીયા.મી. તથા મોરબી તાલુકા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં ભરાયેલા પાણી કઢાવવા માટે સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં રહી રહયા હતા. અને ફરિયાદ મુજબ લોકોના ઘર, સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો નિકાલ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યાનું પૂર્વ ધારાસભ્ય શ્રી મેરજાએ જણાવ્યું હતું.

બે દિવસ પહેલા ઘોડાધ્રોઇ ડેમ તથા મચ્છુ ૨ ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે માળીયા.મી.ના નદીકાંઠાના વિસ્તારો અને ગામો જેવા કે, માણબા, ચીખલી, સુલતાનપુર, માળીયા સિટીમાં પાણી ઘુસી ગયા હતા. આ ઉપરાંત મોરબી સામાકાંઠે રાજ સોસાયટી, પંચાસર રોડ સહિતના વિસ્તારોમાં પણ જળ જમાવની ફરિયાદો મળી હતી. જેથી પૂર્વ ધારાસભ્ય શ્રી મેરજા અને ગડારાએ સતત ભારે વરસાદ દરમિયાન તંત્ર સાથે સંકલનમાં રહ્યા હતા. જેમાં મોરબી શહેરમાં સીટી. મામલતદાર શ્રી રૂપાપરા અને માળીયા મી. મામલતદાર શ્રી પરમાર સહિત અન્ય મામલતદારો સાથે તેમજ મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર શ્રી સરૈયા તેમજ માર્ગ મકાન વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી પાણી ભરાવવાની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવાની તજવીદ આદરી હતી. આ તકે બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ગાંધીનગર યોગ્ય રજુઆત કરવામાં આવી છે. તેમજ આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વરસાદ રહ્યા બાદ ઉદ્યાડ નીકળતા તરત જ રસ્તાઓના રીપેરીંગની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે.

વિરપરથી રાજપર  ડામર રોડ બનાવો

 વિશ્વ હિંદુ પરિષદ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી જીલ્લાના ટંકારાના વીરપર-રાજપર ગામને જોડતો ગાડા માર્ગ છે બંને ગામને જોડતો પાકો રસ્તો ડામર રોડ બને તો જનસુવિધામાં વધારો થશે બંને ગામમાંથી સીધા જ વાહન વ્યવહાર થઇ સકે તેમજ રોડ બનવાથી બાયપાસ સુવિધા મળશે જેથી અકસ્માતનું પ્રમાણ દ્યટશે જેથી રજૂઆત ધ્યાને લઈને વીરપર થી રાજપર ગામને જોડતો પાકો ડામર રોડ બને તે માટે યોગ્ય કરવા માંગ કરી છે.

પાકને નુકશાની અંગે સર્વે કામગીરી શરૂ

મોરબી જીલ્લા વિકાસ અધિકારીએ જીલ્લાના તમામઙ્ગ તાલુકા વિકાસ અધિકારીને સુચના આપી છે કે હાલ વધુ પડતા વરસાદને લીધે ખેતીવાડીમાં પાક નુકશાન થયેલ હોય જે અંતર્ગત ખેતીવાડી પાક નુકશાનનો સર્વે હાથ ધરાયેલ છે જેમાં આપણા તાબા હેઠળના તલાટી કમ મંત્રી અને સરપંચને સુચના આપવી કે દરેક ગામમાં ગ્રામ સેવક સાથે સંબંધિત તલાટી કમ મંત્રી અને સરપંચોએ સહકાર આપવાનો છે અને સર્વેમાં કોઈ વિલંબ કરવાનો થતો નથી તેમ તાકીદ પણ કરવામાં આવી છે.

એકલ ગીત સ્પર્ધાનું પરિણામ જાહેર

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા દેશના નાગરિકોમાં રાષ્ટ્ર ભકિતની ભાવનાના પ્રગટીકરણ માટે માધ્યમ મળી રહે તથા દેશભકિત ગીતોનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તે માટે એકલ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જુદા જુદા વિભાગોમાં ૫૭ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.

પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે પરમાર હારા, દ્વિતીય ક્રમે રાંકજા જીલ તૃતિય ક્રમે રાજપરા સત્યમ વિજેતા જાહેર થયા હતા. માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે અવની ગોસ્વામી ઙ્ગદ્વિતીય ક્રમે ધ્રુવી કડિવાર તથા તૃતિય ક્રમે ઝાલા મુગ્ધરાજસિંહ વિજેતા જાહેર થયા હતા. ભારત વિકાસ પરિષદના સભ્યો માટેની સ્પર્ધામાં રવીન્દ્રભાઈ પ્રથમ ડો ઉત્સવભાઈ દ્વિતીય તથા દિલીપભાઈ તૃતીય રહ્યા હતા. જયારે ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમે અંજનાબેન નિમાવત દ્વિતીય ક્રમે રાજપરા કાજલબેન તથા તૃતિય ક્રમે સાંચલા ગીતાબેન વિજેતા રહ્યા હતા.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભાર્ગવભાઈ દવે, ડો પ્રેયષભાઈ પંડ્યા, અશ્વિનભાઈ બરાસરા તથા દેવેનભાઈ વ્યાસે સેવા આપેલ હતી.ઙ્ગ વિજેતાઓને યોગ્ય પુરસ્કાર તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આગામી દિવસોમાં આપવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસના પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઈ બોપલીયા, પ્રોજેકટ ચેરમેન ડો જયેશભાઈ પનારા તથા સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

(11:39 am IST)