Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જૂનાગઢમાં ભાજપના વધુ એક કોર્પોરેટરને કોરોના

જુનાગઢ :::: જૂનાગઢમાં ભાજપના વધુ એક કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.

     વોર્ડ નંબર છ માં કોર્પોરેટર તરીકે કાર્યરત અને ભાજપના અગ્રણી ગોપાલભાઈ રાખોલીયા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે આરોગ્ય વિભાગ દ્વારા તેમના વિસ્તારમાં સેનેટાઈઝર છટકાવ સહિતની કામગીરી કરવામાં આવી છે. ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોના ની ઝપટે ચડી જતા ચિંતા પ્રસરી ગઇ છે.

(3:33 pm IST)
  • રાજકોટમાં આજે 131 લોકો માસ્ક વિનાનાં દંડાયા :65500નો દંડ: આજથી 500નો દંડ વસુલતુ મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ તંત્ર: સૌથી વધુ વોર્ડ નં.1માં 13 લોકો ઝડપાયા: વોર્ડ નં. 7માં બધા માસ્ક પહેરી નિકળ્યા access_time 8:15 pm IST

  • શ્રીલંકાના કોલંબો બંદર પરના તમામ કામકાજ શુક્રવારે સાંજે, ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ (ઇસીટી) ભારતને લીઝ પર આપવાના વિરોધમાં, સ્ટોપ કરી દેવામાં આવ્યા. શ્રીલંકાના પોર્ટ ઓથોરિટી દ્વારા જ તમામ ઇસીટી કામગીરી શરૂ કરવા સત્તાધિકારીઓને અપીલ કરવા કોલંબો પોર્ટના તમામ ટ્રેડ યુનિયનો દ્વારા આ વિરોધ દર્શાવતા દેખાવો યોજાયા હતા access_time 10:20 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST