Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુ વિસરાતા લાખો રામભકતોમાં કચવાટ

અયોધ્યા ખાતે શુક્રવારના રામ મંદિર શિલાન્યાસના ઐતિહાસિક પ્રસંગે : બાપુની હાકલથી રામ મંદિર માટે કલાકોમાં ૧૫ કરોડ એકત્ર થઇ ગયા : આજે ફાળો અર્પણ કરવાનો છેલ્લો દિવસ

રાજકોટઃ વર્ષોથી જેની રાહ જોવાતી હતી  એવા રામ મંદિર નિર્માણનો પ્રારંભ થઇ રહ્યો છે. તા. ૫ ઓગસ્ટે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શુભારંભ  થશે. આ પ્રસંગે દેશભરમાંથી ૨૦૦ જેટલા અગ્રણીઓને આમંત્રિણ કરાયા છે. ગુજરાતમાં છ સંતોને આમંત્રણ અપાયું છે. પણ એમાં દાયકા ઓથી રામકતથાનું સતત ગાન કરનારા પુજ્ય મોરારીબાપુ વિસરાયા છે.

ગુજરાતમાંથી સારસા ગાદીપતિશ્રી અવિચમલદાસજી મહારાજ, બીએપીએસના વડાશ્રી મહંત સ્વામી, હિંદુ આચાર્ય સભાના શ્રી પરમાત્માનંદજી -રાજકોટ, છારોડી ગુરૂકૂળનાં શ્રી માધવપ્રિયદાસજી, જામનગર પ્રણામી સંપ્રદાયનાં શ્રી કૃષ્ણમણીજી મહામંડલેશ્વર અખીલેશ્વરદાસજી આમંત્રણ અપાયું છે. એ આવકાર્ય છે. પણ સાથે શ્રી પૂજ્ય સાથે જેમણે પોતાનું સમગ્ર જીવન રામગાથાને સમર્પી દીધુ છે. તેવા પ્રખર વકતા-રામાયણી મોરારીબાપુને કેમ વિસરાયા ? એ પ્રશ્ર પુછાઇ રહ્યો છે. બાપુની અત્યારે ૫૪૬મી કથા ચાલી રહી છે. એટલુ જ નહીં બાપુ આ કથામાં રામ મંદિર માટે રૂ. ૫ કરોડનું દાન આપવાની જાહેરાત કરી અને લોકો ઉદાર હાથે એમાં ફાળો આપી રહ્યા છે અને શુક્રવાર સાંજ સુધીમાં ભારતમાંથી સાડા દસ કરોડ અને અમેરિકા તથા યુકેમાંથી સાડા ચાર કરોડનો ફાળો એમ કુલ મળી ૧૫ કરોડનો ફાળો થયો છે. જેમાં  રૂ.૧ થી ૧ કરોડ સુધીનું દાન મળ્યું છે. આજે એટલે કે ૧ ઓગસ્ટે ફાળો અર્પણ કરવાનો છેલ્લો દિવસ છે.

રામ અને રામકથા જ જેમનું જીવન છે. એવા શ્રી મોરારિબાપુને રામ મંદિર શિલાન્યાસ પ્રસંગે આમંત્ર પાઠવવાનું વિસરાયુ એ અંગે ભારે કચવાટ જોવા મળે છે. વિરપુરમાં પ્રસાદ બાપાની જગ્યા છે. જ્યાં શૈકાઓથી પ્રસાદ અપાય છે. એમને પણ આમંત્રણ અપાયું નથી. એની ય ચર્ચા છે. આવું શા માટે થયું એનો કોઇ જવાબ મળતો નથી. પણ લાખો લોકોની લાગણી ધવાણી છે એ ચોકકસ છે.

(2:26 pm IST)
  • રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ૧૬ ઓગષ્ટ સુધી બંધઃ સ્ટાફ નર્સમાં ગઇકાલથી કોરોના સંક્રમણ થતા સાવચેતી માટે હોસ્પિટલ બંધ કરાવ્યુ હોવાની સત્તાવાર જાહેરાતઃ હોસ્પિટલ સંકુલ સેનેટાઇઝ કરવા સહિતના સુરક્ષાના પગલા access_time 3:26 pm IST

  • એમેઝોને કોરોના સામે જીત મેળવીઃ ૩૪૫ મીલીયન ડોલરનો જંગી નફો કર્યો : (૨૭૬૦ કરોડ રૂ.નો નફો) access_time 12:54 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : એક જ દિવસમાં સૌથી વધુ 57,212 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 16,96,780 કેસ થયા :5,64,156 એક્ટિવ કેસ :કુલ 10.95,647 દર્દીઓ રિકવર થયા :વધુ 764 લોકોના મોત :મૃત્યુઆંક 36,551 થયો : છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 10,320 કેસ : તામિલનાડુમાં 5864 કેસ :દિલ્હીમાં 1195 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10.167 કેસ: કર્ણાટકમાં નવા 5483 કેસ :ઉત્તર પ્રદેશમાં 4422 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2496 કેસ :બિહારમાં 2986 નવા કેસ, તેલંગાણામાં 1986 કેસ,રાજસ્થાનમાં 1147 કેસ અને આસામમાં 1862 નવા કેસ અને ઓરિસ્સામાં 1499 કેસ નોંધાયા access_time 12:46 am IST