Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સતત ર દિ'એ મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસનો સપાટો : જુગાર રમતા ૭ પકડાયા

ઝીંઝુડામાં કે.એમ. મોરીના માર્ગદર્શન દરોડા : ૩૪ હજારનો મુદામાલ જપ્ત

જુનાગઢ, તા. ૧ મેંદરડાના ઝીંઝુડામાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા હતા. તેઓ પાસેથી ૩૪૭ર૦ના મુદામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દરસિંહ પવાર તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની જુનાગઢ જીલ્લામાં પ્રોહી /જુગારની પ્રવૃતિ ઉપર વોચ રાખી નેસ્ત નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જેથી જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ આજરોજ મેંદરડા પો.સ્ટે.ના પો. સબ ઇન્સ. કે.એમ. મોરી તથા પો. હેડ કોન્સ. એચ.એસ. બલદાણીયા તથા પો.કોન્સ. વિક્રમભાઇ દેવાભાઇ ડાંગરનાઓ જુગારની કામગીરીમાં હોય દરમ્યાન અમોને બાતમી  રાહે હકીકત મળેલ કે હરીપુર ગામે જીતુભાઇ કાનજીભાઇ મકવાણા રહે. હરિપુર વાળા પોતાના રહેણાંક મકાનની બહાર જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળો ગંજીપતાના પાના વડે તીનપતીનો રોન પોલીસ નામનો જુગાર પૈસાની હારજીત કરી રમે છે તેવી હકીકત હોય જેથી બાતમીવાળી જગ્યાએ તુરત દરોડા પાડતા (૧) પરેશ ઉર્ફે કેતન ધનજીભાઇ સાવલીયા, જાતે પટેલ (ઉ.વ.ર૪) ધંધો ખેતી, રહે. ઝીજુડા તા. મેંદરડા, જી. જુનાગઢ નં. (ર)દિનેશ બાબુભાઇ ધંધાણીયા જાતે કોળી (ઉ.વ.ર૩) ધંધો ખેતી રહે. ઝીજુડા તા. મેંદરડા નં. (૩) અતુલ મોહનભાઇ જેઠા જાતે વાંજા દરજી (ઉ.વ.૩પ) ધંધો હીરા ઘસુ રહે. ધંધો ખેતી રહે. ઝીજુડા તા. મેંદરડા જી. જુનાગઢ નં. (૪) ભનુભાઇ મુળુભાઇ પરમા જાતે કોળી (ઉ.વ.૪૦) ધંધો-શાકભાજી રહે.  ઝીજુડા તા. મેંદરડા, જી.જુનાગઢ (પ) પરેશ ધીરૂભાઇ પાનસુરીયા જાતે પટેલ (ઉ.વ.ર૯), ધંધો-મંડપ સર્વિસ, રહે. મેંદરડા તાલુકા પંચાયત કચેરી જી. જુનાગઢ નં. (૬) રમેશ જેન્તીભાઇ મકવાણા જાતે અ.જા. (ઉ.વ.૩૦) ધંધો-મજુરી રહે. ઝીંજુડા તા. મેંદરડા જી. જુનાગઢ નં.(૭) દિનેશભાઇ વીરાભાઇ કાનગડ જાતે આહીર (ઉ.વ.૪પ) ધંધો-ખેતી રહે. નગડીયા તા. વંથલી જી. જુનાગઢ વાળાઓ પકડાતા તેઓના વિરૂદ્ધ મેંદરડા પો.સ્ટે.માં જુ.ધા. કલમ ૧ર મુજબ ગુન્હો રજી કરેલ છે.

જુગારના રોકડા રૂ. ૧૬રર૦ તથા મો.ફોન નંગ-પ કિ.રૂ. ૧૮પ૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર તથા પાથરણુ સાથે મળી કુલ મુદામાલ રૂ. ૩૪,૭ર૦  જપ્ત કર્યા છે.

(11:23 am IST)
  • શહેરમાં આજથી માસ્ક નહી પહેરનારને રૂ. પ૦૦નો દંડ ફટકારવાનુ શરૂ : રાજકોટ : રાજય સરકારનાં આદેશ મુજબ આજથી મ્યુ. કોર્પોરેશન અને પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનાર નાગરિકો પાસેથી રૂ. પ૦૦ લેખે દંડ વસુલવાનુ શરૂ બપોર સુધીમાં ૧૦ હજારથી વધુનાં દંડની વસુલાત access_time 3:26 pm IST

  • અંત સમયમાં ભગવાન જ યાદ આવે છે : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રામમંદિરના નિર્માણને આવકારતો વિડિઓ વાઇરલ કરતા ભાજપ આગેવાન કૈલાસ વિજય વર્ગીયનો કટાક્ષ : અત્યાર સુધી કોંગ્રેસ આગેવાનો રામના પાત્રને કાલ્પનિક ગણાવતા હતાં : હવે સદબુદ્ધિ આવી તે બાબત આવકારદાયક access_time 7:59 pm IST

  • એમેઝોને કોરોના સામે જીત મેળવીઃ ૩૪૫ મીલીયન ડોલરનો જંગી નફો કર્યો : (૨૭૬૦ કરોડ રૂ.નો નફો) access_time 12:54 pm IST