Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

દેવભૂમિ દ્વારકાનાં ભાડથરમાં મુસ્લિમ પરિવારનાં ચાલીસના કાર્યક્રમમાં મહિલાને કોરોના પોઝીટીવ આવતા ફફડાટ

ખંભાળીયા તા. ૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાડથાર ગામે એક મુસ્લીમ પરિવાર દ્વારા મૃત્યુના ૪૦માં દિવસે ચાલીસના કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ધોરાજીની મહીલા આવેલી તેનો કોરોના પોઝીટીવ કેસ નીકળતા ભાડથર ગામમાં ભારે ફફડાટ ફેલાયો છે.

હાલ બેસણું પ્રાર્થના સભાની મનાઇ છે ત્યારે ૪૦ ના આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થાય તો સ્થાનિક તંત્ર શું કરતું હતું ? ભાડથરમાં તો પ્રાથમિક આરોગ્ય કેર પણ છે તથા ભાડથર બીટ પોલીસ ચોકડી પણ છે. જે જગ્યાએ કોરોના પોઝીટીવ કેસ નીકળ્યો તે ચાલીસાના સ્થળની ૧૦૦ ફુટ નજીક જ શાળા અને આંગણવાડી છે. જિલ્લા કલેકટરનું જાહેરનામું છે જેમાં આવા ભંડારાના કાર્યક્રમો સામુહિક કેમ થયા ? જો કે ભંડારા વખતે કોઇ જાગૃત નાગરીકે ફોન કરીને તંત્રને જાણ કરી હોત તો ચુસ્ત પગલા લેવાયા હોત.

હાલ આરોગ્ય વિભાગ દ્વારા એકઠા થયેલ લોકોના નામો મેળવીને તેમનું ચેકીંગ કરવા વ્યવસ્થા કરાઇ છે. લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય સંક્રમણનો ભય હોય ભાડથરના લોકો ફફડી રહ્યા છે....!!

ખંભાળીયામાં શકિતનગરમાં રહેતા ડાભી વાલજી ખીમજીભાઇ ઉ.પ૪ વાળાને તાવ, શરદી, ઝાડા તથા માથાનો દુઃખાવો હોય ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇને સરકારી હોસ્પિટલમાં દાખલ થતાં લક્ષણો જણાતા તેમનો ટેસ્ટ કરાતા પોઝીટીવ નીકળતા કોરોના વોર્ડમાં દાખલ કરાયા છે. અગાઉ તેઓ રાજકોટ ગયેલા હતાં.

દ્વારકા જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીશ્રી ડો. સુતરીયાના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં હાલ કુલ ૬૭ પોઝીટીવ કેસ થયેલા છે જેમાં ૩૩ ડિસ્ચાર્જ થયા છે તથા ૩૧ એકિટવ છે જેમાં બે દર્દી ઓકસીઝન ઉપર બે હોમ આઇસોલેશન અને ર૭ દર્દી સ્ટેબલ છે.

(11:12 am IST)
  • રાજકોટમાં આજે 131 લોકો માસ્ક વિનાનાં દંડાયા :65500નો દંડ: આજથી 500નો દંડ વસુલતુ મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ તંત્ર: સૌથી વધુ વોર્ડ નં.1માં 13 લોકો ઝડપાયા: વોર્ડ નં. 7માં બધા માસ્ક પહેરી નિકળ્યા access_time 8:15 pm IST

  • સોમથી બુધ વચ્ચે મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ૪ ઇંચથી વધુ વરસાદ ખાબકવા આગાહી : ચોમાસુ ડીપ્રેશનને લીધે એકદંરે મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડશે તેમ જાણીતા વેધર એનાલીસ્ટ અશોક દેવરસે ટવીટર દ્વારા જાહેર કર્યું છે. અત્યારે પ્રવર્તમાન ભારે ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળશે access_time 1:18 pm IST

  • કાલે વિજયભાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવણીની બેઠક : ૭૧માં રાજયકક્ષાના વનમહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટના આજી ડેમ વિસ્તાર ખાતે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વન નિર્માણ કાર્યક્રમ આવતીકાલે તા. ૨ના રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ યોજાશે : જેમાં ૫૦ જેટલા પદાધિકારીઓ - અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે હાજર રહેશે access_time 12:54 pm IST