Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ચિત્તલમાં રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું : અમરેલી એલસીબીએ છ શકુનિઓને ઝડપી લીધા

 

અમરેલી જિલ્લાના ચિત્તલના વોરાવાડ વિસ્તારના રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું છે અમરેલી એલસીબીએ પોલીસની ટીમે દરોડો પાડીને જુગારીઓને 31 હજારથી વધુના મુદળ સાથે ઝડપી લીધા હતા

    અમરેલી પોલીસ અધિક્ષક. નિર્લિપ્ રાયઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર  રેઇડો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.આર.કે.કરમટા તથા એલ.સી.બી.ટીમને બાતમી મળેલ કે ચિત્તલમાં વોરાવાડ પાસે રહેતો છગન હકુભાઇ ખવલીયા વાળો પોતાના ભાઇ જગુભાઇ હકુભાઇ ખવલીયાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમી, રમાડી, જુગારીઓ પાસેથી જુગાર રમવા દેવા બદલ નાણા ઉઘરાવી જુગારનો અડ્ડો ચલાવે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી જુગાર રમાડનાર સહિત કુલ ઇસમોને પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

   પકડાયેલ આરોપીઓમાં છગન હકુભાઇ ખવલીયા,(ઉં..૬૫) ( રહે.ચિત્તલ. તા.જી.અમરેલી.), નટવરભાઇ છગનભાઇ વાઘેલા,(ઉં..૬૦) ( રહે.અમરેલી, ગજેરાપરાભુપતસિંહ પ્રતાપસિંહ સરવૈયા, (ઉં..૫૬) ( રહે.ચિત્તલ, તા.જી.અમરેલી) મનુસિંહ કલ્યાણસિંહ બસન,(ઉં..૭૨) (રહે.ચિત્તલ, તા.જી.અમરેલી) રાજુ મનુભાઇ જેઠવા( ઉં..૩૫)(રહે.બળેલ પીપરીયા, તા.બાબરાઅનિલ ભીખાભાઇ વાળા, (ઉં..૩૪) ) રહે.ચિત્તલ, તા.જી.અમરેલી) છે આરોપીઓ પાસેથી  રોકડા ૧૧,૧૭૦ તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા બજાજ પ્લેટીના મો.સા. રજી.નં. જી.જે.૦૧.એફ.જે.૭૨૧૫, કિં.રૂ.૨૦,૦૦૦મળી કુલ કિં.રૂ.૩૧,૧૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે 

કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

--

(10:56 pm IST)