Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ભાવનગરના નાગધણીબા ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો પાણીમાં ડુબ્યા: એકનું કરૂણમોત

મૃતક યુવક ઉખરલા ગામનો ;બે યુવાનોને બચાવી લેવાયા

 

ભાવનગરમાં ન્હાવા પડેલા યુવકોના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. ભાવનગરના નાગધણીબા ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા હતા.

  બનાવની જાણ થતા સ્થાનિકો દ્વારા બે યુવકોને બચાવી લેવાયા હતા. જ્યારે એક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ભારે જહેમત બાદ યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. ડૂબી જનાર યુવક ઉખરલા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે ગામમાં શોકનો માહેલ સર્જાયો હતો.

(9:54 pm IST)