Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

માંડવીથી ઝડપાયેલ બ્રાઉન સુગર મામલે વધુ એક આરોપીની ધરપકડ:એક કિલો બ્રાઉન સુગર મળ્યું

બંને આરોપીની રિમાન્ડ નામ ખુલતા ઇમરાન અબ્દુલ કાદર મણિયારની ધરપકડ

 

ગુજરાત ATS દ્વારા કચ્છ ભુજ માંડવી ખાતેથી કરોડો રૂપિયાના બ્રાઉન સુગર સાથે આરોપી ઝડપી લઇને રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં બંને આરોપીઓના રિમાન્ડમાં વધુ એક આરોપી ઇમરાન અબ્દુલ કાદર મણિયારનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરાઇ છે.

  ઇમરાન અબ્દુલ કાદર મણિયાર પાસેથી વધુ 1 કિલો બ્રાઉન સુગર મળી આવ્યુ છે. ઇમરાન અબ્દુલ કાદર મણિયારને એટીએસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ નશીલા પદાર્થોના વેપારમાં બીજા કેટલા લોકો સામેલ છે અને આ ગોરખધંધો કેટલા સમયથી ચાલતો હતો તેની તપાસ કરી રહી છે.

(9:34 pm IST)