Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુપ્રીમના આદેશ બાદ ભાવનગરના અઢી ફૂટના ગણેશ બારૈયાની MBBSમાં એન્ટ્રી

પિતા અને શિક્ષક સાથે ગણેશ મેડિકલ કોલેજ પહોંચ્યા હતો

તળાજાના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર અઢી ફૂટનો છે.તેણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે તેની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી કરી હતી.

  તળાજાનના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર અઢી ફૂટનો છે. તેની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી કરી હતી. પરંતુ ઉંચાઈને પગલે પ્રવેશ મળ્યો નહી અને અંતે સંસ્થાએ સુપ્રીમમાં ઘા જીકીને ૩.૫૦ લાખ ખર્ચીને જીત મેળવી છે. સુપ્રીમના આદેશ બાદ પ્રવેશ મળતા આજે ગુરુવારે તેનો પ્રથમ દિવસ હતો. મેડિકલ    કોલેજમાં જ્યાં તેના શિક્ષક અને પિતા સાથે આવ્યા હતા

  . ગોરખીના ગણેશના પિતા ખેતીવાડી કરે છે ત્યારે આજે ગણેશ મનોબળ સાથેની આગેકુચથી તેના શિક્ષક અને પિતાને વિશ્વાસ છે કે વિશ્વનો પ્રથમ અઢી ફૂટનો ડોક્ટર ગણેશ હશે. ગીનીશ બુકમાં નામ નોંધાવીને ગામ અને દેશનું નામ રોશન કરશે. 

 ભાવનગરના તળાજાના ગોરખી ગામના ખેડૂત પુત્ર ગણેશએ સાબિત કરી બતાવી છે. ગણેશ ઊંચાઈમાં માત્ર અઢી ફૂટનો છે અને તેની ઉમર 17 વર્ષ છે માર્ચ 2018માં ગણેશએ 12 સાયન્સમાં 87 ટકા મેળવ્યા હતા. મેડિકલ માટે તેના શિક્ષકે તેના મનોબળને પગલે પ્રવેશ મેળવવા કોશિશ કરી હતી. પરંતુ તેને મેડિકલ કોલેજમાં ઊંચાઈને પગલે પ્રવેશ નહી મળતા ગણેશની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ સુપ્રીમ કોર્ટમાં ઘા નાખ્યો હતો. 3.50 લાખનો ખર્ચ કરીને અંતે જીત મેળવી હતી.

સુપ્રીમના આદેશ બાદ આજે કોલેજમાં ગણેશનો પ્રથમ દિવસ હતો. તેના પિતા અને શિક્ષક સાથે ગણેશ મેડિકલ કોલેજ પહોંચ્યા હતો. જ્યાં તેને પ્રવેશ મળતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના યોજાયેલા કોન્ફરન્સ હોલની બેઠકમાં સ્થાન મળ્યું હતું. અઢી ફૂટનો ગણેશ એમડી અથવા એમબીબીએસ બનવા માંગેછે 

 

 

(8:45 pm IST)