Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જીઇબીના ડેપ્યુટી એન્જીનીયર બારોટના નામે રૂ. ર૦ હજારની લાંચ લેનાર લખતરના ભરતભાઇ રાવલ એસીબી છટકામાં સપડાયાઃ રાજકોટના મદદનીશ નિયામક હિમાંશુ દોશી ટીમનો વધુ એક સપાટો

રાજકોટ : સુરેન્દ્રનગર પંથકના લખતરના જમર ગામની સીમમાં ઝાલાવડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં શેડ બનાવવા માટે હંગામી ઇલે. જોડાણ માટેના સર્વેનું કામ પોતે કરતા હોવાનું જણાવા સાથે ફરીયાદીને રૂબરૂ મળવા બોલાવી ડેપ્યુટી એન્જીનીયર બારોટ દ્વારા હંગામી જોડાણ આપવા પેટે રૂ. ર૦ હજારની લાંચ માંગ્યાનુ જણાવી લાંચ માંગનાર લખતર પંથકના જમરના રહેવાસી ભરતભાઇ ગીરજાશંકર રાવલને રૂ.ર૦ હજારની લાંચ લેતા લખતર જીઇબી એાફીસ સામેના રોડ પરથી સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકના પીઆઇ. ઝેડ જી. ચૌહાણએ રાજકોટના મદદનીશ એસીબી નિયામક હિમાંશુ દોશીના સુપરવીઝનમાં  આબાદ ઝડપી લીધા હતા. એસીબી વડા કેશવકુમાર દ્વારા લોકોને લાંચના નામે પીડતા નાના-મોટા અધિકારીઓને એસીબી જાળમાં સપડાવવાનુ અભિયાન આ રીતે પુરજેાશમાં આગળ વધી રહ્યું છે.

(8:40 pm IST)