Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ઝાલાવાડની જીવાદોરી ધોળી ધજા ડેમમાં નવા નીરની આવક :પાણીની સપાટી 17 ફૂટે પહોંચી

છેલ્લા ત્રણ દિવસ થી ધીમીધારે વરસતા વરસાદને કારણે નવા નીર આવ્યા

સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગર જિલ્લાનો મુખ્ય આધાર ધોળી ધજા ડેમ માં છેલ્લા ત્રણ દિવસ થી ધીમીધારે વરસતા વરસાદને કારણે નવા નીર આવ્યા છે. ધોળી ધજા ડેમની ક્ષમતા 25 ફૂટની છે. ત્યારે હાલમાં પાણીની સપાટી 17 ફુરે પહોંચી છે. 22 ફૂટે ડેમ ઓવર ફ્લો થશે.

શ્રવણ માસના પહેલા દિવસે અહીં ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ ડેમ પરિસરમાં આવેલું છે.મહાદેવના દર્શને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. ત્યારે અહીં ડેમના પાણીમાં મહિલાઓ પ્રવિત્ર સ્નાન કરે છે.  ત્યારે આજે મહિલાઓએ ડેમમાં ડૂબકી લગાવી હતી. જોકે પાણીના પરવાહ કયારે જોખમી બની શકે તેમ છે.જોકે ઝરમર વરસાદને કારણે ઝાલાવાડ વાશીઓ અહીં સ્નાન કરવાનું ચુકતા નથી

 . ઝાલાવાડની જીવાદોરી જેવો ધોળી ધજા ડેમમાં નવા નીર આવતા ઝાલાવાડ વાશીઓને હરખ થયો છે.બીજીતરફ  ખેડૂતોને પણ આ પાણી નો લાભ સિંચાય માટે થવાનો છે પીવાના પાણી નો મુખ્ય સ્ટ્રત આ ધોળી ધજા ડેમ છે

(5:38 pm IST)