Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

બામણબોર પાસે ૨.૧૬ લાખના દારૂના ગુનામાં ફરાર જમાલ મેતરને ફરલોની ટીમે દબોચ્યો

પેરોલ ફરલો સ્કવોડની ટીમે ઘાંચી શખ્સને રેલનગરમાંથી ઝડપી લીધો

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી પેરોલ ફરલો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ ડી.એ.જાડેજા તથા હેડકોન્સ બકુલભાઇ વાઘેલા, બાદલભાઇ દવે, દીગ્વીજયસિંહ જાડેજા, મધુકાંતભાઇ સોલંકી, જયદેવસિંહ પરમાર, જયપાલસિંહ ઝાલા, ધીરેનભાઇ ગઢવી, કિશોરદાન ગઢવી, મયુરસિંહ ઝાલા, જગદીશભાઇ ગઢવી તથા મહંમદ અઝરૂદીનભાઇ બુખારી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બામણબોર પાસેથી પકડાયેલા રૂ.૧૦.૯૮ લાખના દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર જમાલ અબ્દુલભાઇ મેતર (ઉ.વ.૩૩) (રહે.સુભાષચંદ્ર ટાઉનશીપ, ભારત પેટ્રોલ પંપ સામે રેલનગર)ને પકડી લીધો હતો.

(4:31 pm IST)