Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

શાપર-વેરાવળ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ઇનોવા ઝડપી લીધી

૩૦૦ બોટલ દારૂ અને કાર મળી ૭.૬૨ લાખનો મુદામાલ કબ્જેઃ ચાલાક નાસી છૂટયો

શાપર-વેરાવળ તા.૧: શાપર-વેરાવળ પોલીસે પારડી પાસે ફિલ્મી ઢળે પીછો કરી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી લીધી હતી જોકે કારનો ચાલક નાસી છુટયો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ગોંડલ ડીવાયએસપી એચ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ આર ગોડલીયા તથા એ એ ખોખર હેડ કોન્સ્ટેબલ જે બી રાણા, અક્ષવિનભાઇ મકવાણા, રાજદીપસિંહ ઝાલા, નરેશભાઇ લેલીબોલા તથા અનિલભાઇ ધ્રાંગા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પારડી પાસે પોલીસ ફિલ્મી ઢીબે (૧)ઇનોવાકાર ગાડી નંબર જી જે ૦૧ કેસી, ૩૩૪૪નો પીછો કરતા ચાલાક કાર રેઢી મૂકી નાસી છુટયો હતો પોલીસે કારની તલાસી લેતા દારૂની બોટલ નંગ ૩૦૦ કિ.૧.૧૨ લાખ તથા કાર કિ.૬.૫૦ લાખ મળી કુલ ૭.૬૨ લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છુટેલ કાર ચાલાક સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(4:13 pm IST)