Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

આરભંડામાં વીજ પોલ પડયો, યુવાન ઘવાયો

 મીઠાપુર  :  ઓખા મંડળ તાલુકાના સોૈથી છેલ્લા ગામે આવેલા પી.જી.વી.સી.એલ. ખાતાની એક પછી એક બેદરકારી સામે આવી રહી છે. હજી તો હમણાંજ એક માનવ જીંદગી અને બે ગોૈ માતાનો ભોગ લેવાણો હતો તે બાબત ના પડઘા હજી શમ્યા નથી ત્યાં તો વધુ ગંભીર બનાવ આરંભડા ગામે બન્યો છે. આરંભડા વિસ્તારમાં આવેલ સ્કુલ પાસે એક વીજપોલ તુટી પડતા તયાંથી પસાર થતા યુવાન પર પડયો હતો અને તેને પગમાં ભારે ઇજા પહોંચી હતી. સદનસીબે સ્કુલ બંધ હોવાના કારણે ત્યાં નાના નાના બાળકો ના હતા. હવે આનો યથાયોગ્ય રસ્તો નીકળશે કે આવી જ રીતે માનવ અને પશુઓનો ભોગ લેવાનો રહેશે તે તો સમય જ બતાવશે. (તસ્વીર દિવ્યેશ જણ્ટણીયા મીઠાપુર)

(4:01 pm IST)