Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જુનાગઢ અને ભેંસાણ પંથકમાં જુગાર અંગે દરોડા - ૧૮ શખ્સોનીધ રપકડ

જુનાગઢ તા.૧ : જુનાગઢ શહેર જિલ્લામાં જુગાર સહિતની બદીને ડામી દેવા આઇજીપી ત્રિવેદી અને એસપી સૌરભસિંઘની સુચના મુજબ પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં રાત્રે જુનાગઢ એ ડીવીઝન પોલીસ જમાદાર વિક્રમસિંહ અમરાભાઇ વગેરેએ શહેરમાં છાપા બજાર વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ ઉર્ર્ફે ભોપલી દાદ મહમદ મકરાણીને ત્યાં  જુગાર દરોડો પાડયો હતો.

પોલીસે અહીંથી ઇબ્રાહીમ મકરાણી તેમજ  આરીફ કાદર જુબેર રફીક સહિત, મહમદ ઇમ્તીયાઝ લતીફ શેખ સહિત પાંચ જણાને રૂ.૩૯,૧રપની રોકડ સાથે ઘોડીપાસાનો જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ ૩  મોબાઇલ અને એકટીવા સહિત કુલ રૂ.પ૬૬ર પક્ષો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભેંસાણના એએસઆઇ એસ.યુ.  કોડીયાતરે ખારચીયા (વાંકુળા) ગામે દરોડો પાડીને મહિલા સહિત ૬ શખ્સોને રૂ.ર૦૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા પકડી પાડયા હતા.

આ જ પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ નાથાભાઇએ ભેંસાણનાં ઢોળવા ગામેથી સાત ઇસમોને જાહેરમાં રૂ.૧૩,ર૦૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(3:58 pm IST)