Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

લીંબડીના સાડીના શો-રૂમમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ખુલ્યો

વઢવાણ, તા. ૧: લીંબડી હોનેસ્ટ હોટલની સામે આવેલ સંસ્કૃતિ સિલ્ક પેલેસ નામની પટોળા સાડીના શોરૂમમાંથી ગઇ તા. ૧પ-૭-ર૦૧૯ના રોજ ચોર ઇસમ દ્વારા સિલ્ક પટોળા સાડીઓ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.ર૭,પ૩,૭રપ/ની ઘરફોડ ચોરી કરી નાશી ગયેલ જે ગુન્હો તાત્કાલીક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષકશ્રી દ્વારા લીંબડી ડીવીઝન ડી.વાય.એસ.પી. શ્રી ડી.વી. બસીયાની આગેવાનીમાં લીંબડી પો.સબ ઇન્સ. જી.આર. ગઢવીની એક ટીમ તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલની આગેવાનીમાં પો.સબ ઇન્સ. વી.આર. જાડેજા સાથે એલ.સી.બી.ની એક ટીમ તથા એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. બી.એસ. સોલંકી ાસથે એસ.ઓ.જી.ની ટીમ તથા ટેકનિકલ ટીમ એ રીતે અલગ અલગ ટીમો બનાવી સદર ગુન્હા કામે શો-રૂમના તથા આજુબાજુની દુકાનોના તથા હાઇવે પરની હોટલોના સી.સી.ટી.વી. ફૂટેજ તપાસી, તેમજ ખાનગી બાતમીદારોથી ફળદાયક હકીકત મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.

દરમ્યાન હ્યુમન સોર્સથી મળેલ હકીકત, તેમજ સી.સી.ટી.વી. ફૂટેજ આધારે એક શકદાર ઇસમની ભૂમિકા જણાય આવતા મજકુર ઇસમ વિક્રમ ખેતારામ માલી જાતે બ્રાહ્મણ રહે. ફાલના તા. બાલી જી. પાલી રાજય રાજસ્થાન, હાલ અમદાવાદ જોઇન્ટ ઇન હોટેલ મોટેરા ગામ અમદાવાદ વાળાને શોધી ગુન્હાના કામે પૂછપરછ કરતા શરૂઆતમાં આ ગુન્હો પોતે નહિ કરેલાની હકીકત જણાવતો હોય, મજકૂર ઇસમ ખૂબ જે રીઢો અને હોશિયાર હોય, શરૂઆતથી અલગ અલગ કહાનીઓ બનાવી પોલીસને ગુમરાહ કરવાની પેરવી કરેલ. પરંતુ મજકૂર ઇસમની યુકિત-પ્રયુકિતથી કડક હાથે સઘન પુછપરછ કરતા મજકૂર ઇસમ પડી ભાંગેલ અને પોતે કેવી રીતે સદર ગુન્હાને અંજામ આપેલ તેવી કડીબધ્ધ કબુલાત આપેલ કે પોતે  પોતાના ભાઇ નિતેશ માલી સાથે મળી ગઇ તા. ૮-૭-ર૦૧૯ ના રોજ સદર સિલ્ક પટોળા- શોરૂમની રેકી કરી, સુવ્યવસ્થિત પ્લાન બનાવી, પોતાના કબ્જા ભોગવટાવાળી વાદળી કલરની શેવરોલ્ટ બીટ એલ.ટી. કાર નં. જીજે-૦૧-કેડી-પ૪૦પ વાળી સાથે અમદાવાદથી ગુન્હાવાળી જગ્યાએ આવી. લોખંડનો સળીયો ભરાવી શટર ઉંચુ કરી શો-રૂમમાં રાખેલ અલગ અલગ સિલ્ક પટોળા સાડીઓ, કોટન સાડીઓ, ડ્રેસ મીટીરીયલનો લાખોનો મુદામાલ પ્લાસ્ટકની થેલીઓમાં ભરી, પોતાની ગાડીમાં ગોઠવી રાતોરાત અમદાવાદ જતો રહેલ હતો. વાપરેલ શેવરોલ્ટ બીટા એલ. ટી. કાર નં. જીજે-૦૧-કેડી-પ૪૦પ તથા લોખંડનો પાઇપ તથા લાકડાનો ધોકો તથા ચોરીમાં ગયેલ કાંચીપુરમ સાડીઓ, કોટન પટોળા સાડીઓ, મળી કુલ રૂ. ર,૧૧,૩રપ નો મુદામાલ કબ્જે કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી. ચોરીમાં ગયેલ બીજો મુદામાલ શોધી કાઢવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર, તથા લીંબડી ડીવીઝન ટીમ દ્વારા ગણત્રીના દિવસોમાં જ અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર-મુદામાલ શોધી કાઢવામાં આવેલ છે.

લીંબડી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી. વી. બસીયા તથા શ્રી ડી. એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુ.નગરનાઓના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના પો.સબ ઇન્સ. શ્રી વી.આર. જાડેજા તથા શ્રી જી.આર. ગઢવી પો.સ.ઇ. લીંબડી પો.સ્ટે. તથા શ્રી એસ.બી. સોલંકી પો. સબ ઇન્સ. એસ.ઓ.જી. સુ.નગર તથા એલ.સી.બી. સુ.નગરનાએ એસ.આઇ. એન.ડી. ચુડાસમા પો.હેડ કોન્સ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા હિતષભાઇ જેસીંગભાઇ, પો.કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ તથા અમરકુમાર કનુભાઇ, અનિરૂદ્ધસિંહ અભેસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠીભા, કુલદીપસિંહ હરપાલસિંહ, સંજયભાઇ પ્રવિણભાઇ, સંજયસિંહ ઘનશ્યામસિંહ, લીંબડી પો.સ્ટેના. પો.કો. હરદીપસિંહ સહદેવસિંહ, પો.કો. ગૌતમસિંહ, એ.એસ.આઇ. બાબુલાલ મકવાણાએ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોર-મુદામાલ શોધી કાઢી ઘરફોડનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

(1:40 pm IST)