Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

રાત્રે જુનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફલો

નરસિંહ સરોવર પણ છલોછલ થઇ જતાં ઓજી વિસ્તારનું જળ સંકટ હળવુ

 

જુનાગઢઃ શહેરમાં ગઇકાલે ગિરનાર અને દાતારના જંગલમાં ધોધમાર ૮ ઇચ જેવો વરસાદ વરસી જતા શહેરને પાણી પુરૂ પાડતો વિલિગ્ડનડેમ રાત્રે ૧ વાગ્યે ઓવરફલો થયો હતો ઉપરોકત તસ્વીરમાં ડેમની ઓવરફલો સપાટી પરથી વહેતુ પાણી જોવા મળે છે (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ તા.૧: રાત્રે જૂનાગઢનો વિલીગ્ડન ડેમ ઓવરફલો થવાની સાથે નરસિંહ મહેતા સરોવર પણ છલોછલ થઇ જતાં ઓજી વિસ્તારનુ જળસંકટ હળવુ થયુ છે.

દિવસ વરસાદ ચાલુ રહ્યા બાદ રાત્રે પણ મેઘમહેર થતાં દાતાર પર્વત પાસે આવેલ વિલીગ્ડન ડેમ ઓવરફલો થઇ ગયો હતો.

દાતારના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદને લઇ નવાલી કાળના વિલીગ્ડન ડેમમાં નવા નીરની પુષ્કળ આવક થઇ હતી જેના પરિણામે શહેરીજનોને પીવાનું પાણી પુરૂ પાડતો આ ડેમ ઓવરફલો થઇ ગયો હતો.

આ ડેમમાંથી શહેરના અનેક વિસ્તારોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે રાત્રે વિલીગ્ડન ડેમ ઓવર ફલો થવાથી મોટાભાગના વિસ્તારોનું જળસંકટ દુર થયુ છે.

 વિલીગ્ડન ડેમ ઓવરફલો થતાં તેનુ પાણી કાળવા નદીમાંથી થઇને નરસિંહ મહેતા સરોવરમાં પહોંચતા આ તળાવ પણ રાત્રેજ પાણીથી છલોછલ થઇ ગયુ હતું.

નરસિંહ તળાવ છલોછલ થઇ જતાં શહેરના ઓજી વિસ્તારનું જળસંકટ હળવુ થયું છે.

(1:39 pm IST)