Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જુનાગઢ જોષી પરાની રિધ્ધી સોસાયટીમાં મગરનુ બચ્ચુ આવી ચડયુ

વનખાતાની રેસ્કયુટીમે સફળતા પૂર્વક પકડી વિલિંગ્ડન ડેમમાં મુકત કર્યુ

જુનાગઢ તા.૧: જુનાગઢ જોષીપરા વિસ્તારમાં આવેલ રિધ્ધી રેસીડેન્સી-૨ સોસાયટીમાં ગઇકાલે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આજુબાજુ મગરનુ બચ્ચુ અચાનક આવી ચડતા લોકોમાં ભય ફફડાટ ફેલાયો હતો.

દરમ્યાન સોસાયટીના રહીશ ભાવેશ બોરી સાગરે ડુંગર દક્ષિણરેન્જ અને સીટી રાઉન્ડ આરએફઓ શ્રી ભગીરથસિંહ ઝાલાને આ અંગે જાણ કરતા શ્રી ઝાલાના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમના વિજયભાઇ ટોયરાણી તથા શ્રી ચોટલીયા વગેરે તાત્કાલીક દોડી આવી.

આ મગરના બચ્ચાનું રેસ્કયુ કરી દોરડા વડે બાંધી સફળતાપૂર્વક પકડી પાડી અને આ મગરના બચ્ચાને વિલિગ્ડન ડેમમાં મુકત કરાયુ હતું. વન ખાતાની આ ત્વરીત કામગીરીને લઈ લોકો એ હાંશકારો અનુભવી શ્રી ભગીરથસિંહ ઝાલા અને તેની રેસ્કયુ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

(1:37 pm IST)