Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કચ્છમાંથી રૂ.૬.રપ લાખનો દારૂ ઝડપાયો

ર શખ્સો ઝડપાયાઃ એક ફરારઃ રૂ.૮.ર૭ લાખનો મુદ્દામાલ જપ્ત

ભુજ તા.૧: પોલીસ મહાનિરિક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સસપેકટર એમ.બી.ઔસસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગામ કેરા, તા. ભુજના અનોપસિંહ અભેસિંહ રાઠોડ, તથા આમદખાન જાનમામદખાન બ્લેચ હાલ રહે. ક્રિડાણ, તા.ગાંધીધામ વાળાઓ પોતાના કબજાના અશોક લેલન છોટા હાથી વાહનમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગજોડ ગામના કાચા રસ્તેથી કેરા તરફ આવી રહેલ હોવાની સચોટ બાતમી આધારે કેરા નજીક ત્રણ રસ્તા પાસે ઉપરોકત અશોક લેલન છોટા હાથી પકડી તપાસ કરતા નીચે મુજબનો મુદામાલ મળી આવેલ.

ભારતીય બનાવટના વિદેશી દારૂ એપીસોડ કલાસીક વ્હીસ્કિની પેટીઓ નંગ-૧૪૯, બોટલો નંગ-૧૭૮૮ કિ. રૂ. ૬,રપ,૮૦૦ નો પ્રોહિ મુદામાલ અશોક લેલન છોટા હાથી કિ. રૂ.ર,૦૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ-૩, કિ. રૂ.૧૬૦૦ એમ કુલ કિ. રૂ. ૮,ર૭,૪૦૦ નો પ્રોહી. મુદામાલ મળી આવતા આરોપી (૧) અનોપસિંહ અભેસિંહ રાઠોડ, રહ. કેરા તા.ભુજ તથા નં. (ર) આમદખાન જાનમામદખાન બ્લોચ, હાલ રહે. કિડાણ, તા.ગાંધીધામ વાળાઓ રેડ દરમ્યાન પકડાઇ જઇ જયારે આ દારૂનો જથ્થો આપનાર નં.(૩) કાના કોલી, રહે. રાપરવાળો રેડ દરમ્યાન હાજર નહી મળી આવતા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ માનકુવા પો.સ્ટે. કાયદેરસની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

(1:36 pm IST)