Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કચ્છના રાપરમાં યુવાનનું ગુપ્તાંગ વાઢી નખાતા ચકચાર

નંદાસર ગામનો ઇજાગ્રસ્ત યુવાન સારવાર હેઠળ, ઘેર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો

ભુજ તા. ૧: (ભુજ) રાપરના નંદાસર ગામે સમાવાસમાં રહેતા ૪પ વર્ષીય યુવાન તમાચી કેણજી સમા ઉપર તેના ઘેર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને ગળામાં છરી વડે ઘા કરીને ગુપ્તાંગ વાઢી નાખ્યું હતું.

ઇજાગ્રસ્ત યુવાનનો ભાઇ ઘેર આવતા તેણે લોહીલુહાણ હાલતમાં તેને જોતા પહેલા રાપર, ભુજમાં સરવાર અપાવ્યા બાદ હાલત ગંભીર હોઇ હવે અમદાવાદ સારવાર માટે લઇ ગયો છે. ઇજાગ્રસ્ત કેણજી કુંવારો છે.

તેને ભુજ દાખલ કરાયો ત્યાં સુધી ભાનમાં હતો પણ ડરના માર્યા તેણે હુમલો કરનારાઓના નામ પોતાના ભાઇને કહ્યા ન હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે, બેરહેમીથી આ યુવાન પર હુમલો કરનારાઓ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)