Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ઓખા નવીનગરી વોર્ડ નં. ૩ વિસ્તારમાં ૩૮ કલાકથી પાવર બંધ

ઓખાઃ છેલ્લા ઘણા સમયથી ઓખા પીજીવીસીએલની કામગીરી કથળેલી જોવા મળે છે. જેમાં જાહેર રસ્તા પર લટકતા જીવતા વાયરો, નબળા વીજ થાંભલાછઓ, જાહેર સ્થળોએ ઉભા કરેલા ટીસીઓ વારંવાર અકસ્માત સર્જે છે. તેમાંયે વરસાદની સીઝનમાં બે છાંટા પડે એટલે પાવર બંધ કરી દેવામાં આવે છે. ઓખા નવીનગરી વોર્ડ નં. ૩ વિસ્તારમાં છેલ્લા ૩૮ કલાકથી પાવર બંધ રહેતા અહીંના રહેવાસીઓને અનેક સમસ્યા સર્જાય હતી. અહીં ફરીયાદ કરતા એવુ કહેવામાં આવે છે કે થોડીવારમાં લાઈટ આવી જશે, કામ ચાલુ છે. આમનેઆમ ૩૮ કલાક વીતી ગયા છતા પણ પાવર ચાલુ ન થતા અહીંના રહેવાસીઓ આજરોજ ઓખા પીજીવીસીએલ ઓફિસે પહોંચી ગયા હતા. અહી પણ મુખ્ય સાહેબ હાજર ન રહેતા તેના રીસીવરને લેખીત આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. અહીંનો કમ્પલેઈન માટેનો ફોન પણ બંધ જોવા મળ્યો હતો. જો આ અંગે કોઈ કાયમી નિકાલ નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું લોક માંગ ઉઠી છે.

(1:05 pm IST)