Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

બગસરા ટ્રેઝરી કચેરીના કર્મચારી હરસુખભાઇને વિદાયમાન અપાયુ

બગસરા તા.૧: બગસરા પેટા તિજોરી કચેરીમાં ફરજ બજાવી વયમર્યાદાને કારણે નિવૃત થતા હરસુરભાઇ વાળાનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

અલગ-અલગ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ તથા કાઠી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા તિજોરી અધિકારી આર.વી.સુવા, નાયબ જિલ્લા તિજોરી અધિકારી જે.બી. ખાચર, રામદેવપીર મંદિરના મહંત ઘુસાભગત, મેઘાણી હાઇ.ના આચાર્ય એચ.આર.શેખવા, પૂર્વ સરપંચ હાથીભાઇ ધાધલ, શિક્ષણવિદ મજબુતભાઇ બસિયા, સૌરાષ્ટ્ર સમર્થ શરીફી મંડળીના ચેરમેન અનિલભાઇ વેકરીયા, બાગાયત વિભાગના અધિકારી જયરાજભાઇ વાળા, પૂર્વ તલાટી ગીરીભાઇ, ઉપસ્થિત રહી હરસુરભાઇ વાળાને શાલ, પડો મોમેન્ટો તથા નિવૃત્તિના સમયમા લાંબુ અને નીરોગી આયુષ્ય ભોગવવા માટે શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમનું સંચાલન સ્નેહી પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું.

(12:56 pm IST)