Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

પ્રભાસપાટણમાં આયોજીત ટ્રેનીંગ વર્કશોપમાં ૧પ૦ શાળાના શિક્ષકોએ નવુ જ્ઞાન મેળવ્યું

પ્રભાસપાટણ, તા. ૧: ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના એન.સી.એસ.ટી.સી. દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ર૦૧૯નું આયોજન કરવામાં આવેલ. ગીર-સોમનાથ જીલ્લાનું આયોજન શ્રી ધર્મ ભકિત લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ (પ્રભાસ પાટણ) દ્વારા એક દિવસનો ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લાની કુલ ૧પ૦ શાળાના શિક્ષક ભાઇ-બહેનોએ લાભ લીધો.

આ તકે નીતિનભાઇ ઓઝાએ મહેમાનોનુ સ્વાગત કરેલ. ત્યાર બાદ શ્રી ધર્મ ભકિત લોકવિજ્ઞાન કેન્દ્રના ચેરમેન સ્વામી ભકિતપ્રકાશદાસજી દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. એન.સી.એસ.સી.ની વિસ્તૃત માહિતી ગર્વમેન્ટસાયન્સ કોલેજના પ્રો. પરેશભાઇ પોરીયા દ્વારા આપવામાં આવેલ.

આ કાર્યક્રમમાં જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના એકેડમી કો-ઓર્ડીનેટર વિજયભાઇ કોટડીયાએ જણાવેલ કે આ કાર્યક્રમમાં આપણા જીલ્લામાંથી વધારેમાં વધારે પ્રોજેકટ રજૂ થાય અને આ પ્રસંગે અનુપસ્થિત શાળાના શિક્ષકોને માહિતી પહોંચાડવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલ અને ડી.ડી. પોપટ દ્વારા નેશનલ સાયન્સ સેમિનાર તથા નેશનલ સાયન્સ ડ્રામા અને રાહુલભાઇ ઉપાધ્યાય દ્વારા નેશનલ રૂરલ આઇ.ટી. કવીઝની માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.

આ તકે મુખ્ય મહેમાન બી.એસ. કૈલા (ડી.ઇ.ઓ. ગીર-સોમનાથ), પી.ટી. પંડયા (નિવૃત જી.સી.ઇ.આર.ટી-ગાંધીનગર), રાજેશભાઇ ડોડીયા (ઇ.આઇ.), યોગેશભાઇ ચાવડા (એ.ઇ.આઇ.), કાનાભાઇ ગઢીયા (જીલ્લા કોળી સમાજ પ્રમુખ), ચન્દ્રપ્રકાશ ભટ્ટ, સ્વામી માધવચરણદાસજી, ચંદુ મહારાજ પુરોહિત વિગેરેએ હાજરી આપેલ.

કાર્યક્રમને સફળ બનાવવા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઇ ગુંદરણીયા તથા વિજયભાઇ કોટડીયા અને લોકવિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.

(12:55 pm IST)