Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

શિવમંદિરે નિત્ય સવારે શાંતિ દૂતોનો પડાવ

ગોંડલઃ શિવજીના મંદિરો હંમેશા શાંત ને ગામ બહાર એકાંતમાં અને પર્વતો પર ઠંડા વાતાવરણમાં અથવા સમુદ્ર કિનારે હોય છે. શિવજી શાંત વાતાવરણને શાંતિદૂતોનો સમન્વય પણ અનેરો છે. અમરનાથ ગુફાના ઠંડા વાતાવરણમાં શાંતિદૂતો (કબુતરો) જોવા મળે છે. જોકે શિવ તાંડવ પણ એક અનેરૂ છે. અહીં સોમનાથ મંદિરે શિવજીના સાંનિધ્ય ને સવારના શાંત વાતાવરણમાં શાંતિદૂતો (કબુતરો) આજના અશાંત વાતાવરણમાં શાંતિથી અને સંપથી જીવન જીવવાનું કહી રહ્યા હોય તેમ આ તસ્વીર જોઇને લાગી રહ્યું છે. (તસ્વીર- ભાવેશ ભોજાણી ગોંડલ)

(12:55 pm IST)