Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જામનગર : શ્રાવણ માસમાં હિન્દુ સેના દ્વારા ઓનલાઇન શિવજીની આરાધના

જામનગર તા.૧ : શ્રાવણ માસ દરમિયાન ટેકનોલોજીથી હિન્દુ સેના ઓનલાઇન શિવજીની આરાધનાનો પ્રારંભ કરેલ છે.

શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપુર ટેકનોલોજીથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન શિવજીની આરાધના થશે જેમાં સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને લઇને ગુજરાતના ૧૧ જીલ્લા ૨૧ તાલુકા અને ૩૧ ગામડાઓમાં કુલ ૩૧૦૦૦ હિન્દુ લોકોને ઓનલાઇન ટેકનોલોજી સાથે વોટસએપના માધ્યમથી 'ઁ નમઃ શિવાય' મંત્રજાપના મેસેજ સાથે સંપર્ક કરી ગુજરાત હિન્દુ સેનાની ૨૧ નવી જવાબદારી સોપી ૧,૨૫,૦૦૦ (સવાલાખ) હિન્દુ લોકો સુધી ઇન્ટરનેટના માધ્યમથી મેસેજ પહોચાડાશે. હિન્દુ સેનાના સાયબર ક્રાઇમ વોચ એન્ડ ઇન્વેસ્ટીગેશન સર્વિસ દ્વારા ૨૧ મોબાઇલ અને ર લેપટોપથી હિન્દુ વિરોધી વેબસાઇટોને બ્લોક કરી શ્રાવણ માસની શુભેચ્છા પાઠવાશે અને સેમીનાર યોજાશે ઁ નમઃ શિવાય મંત્રને લોકો સુધી પહોચાડવા કુલ ૨૦૦૦ વોટસએપ ગૃપનો અને વધુ ફેસબુકનો ઉપયોગ થશે જેમાં પાકિસ્તાન, ચાઇના, કેનેડા, યુકે, નેપાળમાં હિન્દુ સેના દ્વારા ૨૧૦૦૦ શિવજીના મેસેજ ફેસબુક, વોટસએપ દ્વારા પહોચાડાશે. લેન્ડ જેહાદને લઇ ૧૧ બિલ્ડરો સાથે મીટીંગ કરાશે. શ્રાવણ માસના અંત સુધીમાં
૧૧ ડોકટરોનો સંપર્ક કરી સાથે જોડશે અને વેપારીઓને સાથે રાખી સ્વદેશી વસ્તુઓ લાવવા જાગૃતિ અભિયાન ચલાવશે. આ જ માસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારત સિવાય પ દેશોમાં ૧૧૧ ઇ-મેઇલ ૧૧૧૧૧ વોટસએપથી મેસેજ થશે. દેશની બોર્ડરમાં ચાઇનાના દખલગીરીથી ચાઇનાના રમકડા, ફટાકડા તથા અન્ય વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકજાગૃતિ માટે પત્રીકાઓનું વિતરણ કરાશે તેમ હિન્દુ સેવા પ્રમુખ પ્રતિકભાઇ ભટ્ટની યાદીમાં જણાવેલ છે.

(12:53 pm IST)