Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જામનગરમાં શ્રાવણ માસમાં મંદિરોની આસપાસ સફાઇ કરવા હિન્દુ સેના દ્વારા રજૂઆત

જામનગર તા.૧ : શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થાનો આસપાસ સફાઇ તેમજ શહેરમાં નોનવેજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લાવવા અંગે હિન્દુ સેનાએ કલેકટર અને મ્યુ. કોર્પો. કમિશ્નરને રજૂઆત કરી છે.

શ્રાવણ માસમાં શિવમંદિરોને અનેકવિધ રીતે સુશોભન થવાની શરૂઆત થઇ ગઇ છે. આવા સમયે ચોમાસાની સીઝન હોવાથી મંદિરોની નજીક કોઇપણ પ્રકારની ગંદકી, ગારો, કિચડ ન થાય અને ભકતજનોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે તાત્કાલીક ધોરણે ગંદકીનો નિકાલ કરી સ્વચ્છતા જાળવી જંતુનાશક દવા અને ડીડીટીનો છંટકાવ કરવા માંગણી કરી છે.

પવિત્ર શ્રાવણ માસ ભકતોમાં શુધ્ધતા જળવાઇ અને મંદિરોની પવિત્રતા જળવાઇ રહે તથા ભકતજનોમાં આક્રોશ ન ફેલાય તે માટે પુરા શ્રાવણ માસ દરમિયાન નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લાદવા રજૂઆતમાં જણાવેલ છે.

(12:53 pm IST)