Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

મોરબી જીલ્લા ઉદ્યોગોને પાઇપલાઇન દ્વારા પાણી આપવાની માંગણી

મોરબી તા.૦૧ : જીલ્લામાં આપ બળે અનેક ઉદ્યોગો વિકસ્યા છે જેને સરકાર તરફથી પાણી કે રોડ રસ્તા જેવી સુવિધાઓ આપવામાં આવી નથી ત્યારે મોરબીની સંસ્થાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને મોરબીના ઉદ્યોગોને પાઈપ લાઈન દ્વારા પાણી આપવાની માંગ કરી છે

 સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ ગાંધીનગર વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડના ચેરમેનને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબીમાં દુનિયાનું બીજા નંબરનું સિરામિક કલસ્ટર વિકસ્યું છે જે ચાઈના સાથે સીધી હરીફાઈ કરે છે ચીન સરકારે ઉદ્યોગો માટે અનેક પ્રોત્સાહનો તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર આપેલ છે જયારે મોરબીમાં સિરામિક ઉદ્યોગ સ્વબળે વિકલ્યો છે આમ છતાં ઉદ્યોગ દેશને વિદેશી હુંડીયામણ રળી આપે છે સરકારને મોટી ટેક્ષની આવક થાય અચે પરંતુ સરકારે ઉદ્યોગો પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નથી નેચરલ ગેસના ભાવો, ઇલેકિટ્રકસીટી યુનિટના નીચા ભાવો જેવી સુવિધા મળી નથી તો રોડ રસ્તા કે પાણીની પણ સુવિધા આપવામાં આવતી નથી ત્યારે ઉદ્યોગોને નર્મદાનું પાણી આપવામાં આવે તો એકમના માલિકોને  સગવડતા મળશે અને ઉત્પાદનની ગુણવત્ત્।ા સુધરશે હાલ એકમોમાં પાણી સપ્લાય થાય છે પરંતુ તે ગેરકાયદેસર રીતે થાય છે ત્યારે સરકાર જો પાણી આપે તો પાણીની ચોરી બંધ થશે અને ઉદ્યોગોને મોટી રાહત મળશે જેથી આ અંગે યોગ્ય નિર્ણય કરવાની માંગ કરી છે .

(12:53 pm IST)