Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અમરેલી લાયન્સ દ્વારા પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને રકતદાન શિબિર યોજાઇ

અમરેલી તા.૧ : લાયન્સ કલબ મેઇન તથા શ્યામ કેટરર્સ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તથા રકતદાન શિબિર યોજાઇ હતી. લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇનના પ્રમુખ ભરતભાઇ ચકરાણીના માર્ગદર્શન હેઠળ તથા શ્યામ કેટરર્સના સહયોગથી વૃક્ષારોપણ તથા બ્લડ ડોનેશન કેમ્પમાં કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ, સાંસદ નારણભાઇ કાછડીયા તથા નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા વર્ષ ૧૯-૨૦ના નવનિયુકત પ્રમુખ લા. ભરતભાઇ ચકરાણી તથા ઝોન ચેરપર્સન લા કાંતીભાઇ વઘાસિયાના માર્ગદર્શન તથા શ્યામ કેટરર્સના માલિક અરજણભાઇ શીંગાળાના સહયોગથી રકતદાન શિબિર, વૃક્ષારોપણ તથા ભોજન પ્રસાદનો ત્રિવેણી સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય પરસોતમભાઇ રૂપાલા, સાંસદ નારણભાઇ કાછડીયા, નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, કૌશીક વેકરીયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, જિલ્લા ખોડલધામ કન્વીનર રમેશભાઇ કાથરોટીયા, શાંતીબા મેડીકલ કોલેજના સ્થાનિક સંચાલક ચતુરભાઇ ખુંટ, ખોડલધામના આગેવાનો મનુભાઇ દેસાઇ, સુરેશ દેસાઇ, હકુભાઇ ભુવા, જયેશભાઇ નાકરાણી, ડો.વિરલ ધડુક, કલબ સેક્રેટરી લા. શિવલાલ હિરાણી, ઝેડ સી ડો.જયદીપ સાવલીયા, હિરેનભાઇ બાંભરોલીયા, નરેશભાઇ જોગાણી, લાયન્સ કલબ રોયલ તથા સીટીના તમામ પદાધિકારીશ્રીઓ કાળુભાઇ રૈયાણી સહિત જેસીંગપરા વિસ્તારના તમામ સન્માનીય આગેવાનો યુવાનો એક હજારની જનમેદની ઉમટી પડી હતી.

જેમાં શબ્દોથી સૌનુ સન્માન પ્રમુખ ભરતભાઇ ચકરાણી તથા પ્રાસંગીક ઉદબોધન કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ કરી લાયન્સ ટીમને પર્યાવરણ જાળવણી માટે અભિનંદન આપ્યા હતા. સમારોહનું સંચાલન હરેશ બાવીશીએ તથા આભારદર્શન શ્યામ કેટરર્સના સંચાલીક તથા દાતા અરજણભાઇ શીંગાળા, અક્ષય શીંગાળા તથા જયેન્દ્ર શીંગાળાએ કરી હતી.

(12:52 pm IST)