Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ધોરાજી લાયન્સ કલબના પ્રમુખ હોદ્દેદારોની ટીમની શપથવિધિ યોજાઇ

ધોરાજી તા.૧ : લાયન્સ કલબના નવા હોદ્દેદારોની વરણી નવા પ્રમુખ તરીકે લાયન ધિરેન વૈષ્ણવની શપથવિધિ યોજાઇ હતી. એમ.જે.એફ લાયન વસંતભાઇ મોવલીયા એન્ડ વાઇસ ડિસ્ટ્રીક ગર્વનર ધોરાજી લાયન્સ ટીમ શપથ વિધિ કરાવાઇ હતી.

આ સમારંભમાં લાયન્સ કલબના સેકન્ડ વાઇસ ડીસ્ટ્રીક ગર્વનર એમ.જે.એફ લાયન વસંતભાઇ મોવલીયાએ પ્રમુખ તરીકે ધોરાજી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સીટીજન કે.ઓ.બેંકના ધોરાજી મેનેજર લાયન ધીરેનભાઇ વૈષ્ણવને પ્રમુખ તરીકે તેમજ ડો. દિપકભાઇ સોજીત્રાને મંત્રી તરીકે સાથે લાયન જનકભાઇ હિરપરાને ખજાનચી તરીકેના શપથ લેવડાવેલ આ ઉપરાંત લાયન્સ કલબ ધોરાજીના પુર્વ પ્રમુખ લાયન દલસુખભાઇ વાગડીયાને પુર્વ પ્રમુખ તેમજ કોઓર્ડીનેટર તરીકે શ્યામ લેવડાવેલ અને દલસુખભાઇની સેવાઓને બિરદાવી હતી.

લેઉઆ પટેલ સમાજના મેનેજીંગ ટ્રસ્ટી ધર્મેશભાઇ પટેલ, જીમ્મીભાઇ પટેલ આ તકે રાજકોટ નાગરીક સહકારી બેંકના ડીરેકટર અને અગ્રણી એડવોકેટ કાર્તિકેય પારેખ અને અગ્રણી ઉદ્યોગપતિ પરાગભાઇ શાહ અને જૈન સમાજના અગ્રણીઓ દ્વારા ધીરેનભાઇનું ભવ્ય અભિવાદન કરેલ. લેઉઆ પટેલ સમાજના પ્રમુખ જેન્તીભાઇ રાખોલીયા તેમજ જૂદી જૂદી સંસ્થાના હોદ્દેદારો હાજર રહેલ. આ તકે નવનિયુકત પ્રમુખ ધીરેનભાઇ વૈષ્ણવએ જણાવેલ કે મહિલાઓ પણ સક્રિય રીતે સેવાઓમાં જોડાય તેવી અપીલ કરેલ. કાર્યક્રમનું સંચાલન લાયન કાંતીભાઇ જાગાણીએ કરેલ હતુ.

(12:51 pm IST)