Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

રાજુલાની રેલ્વે કોલોનીની શૌચાલયોની ખુલ્લી કુંડીઓમાં ખાબકતા પશુઓ : તંત્ર મૌન

રાજુલા, તા. ૧ : જંકશનની રેલ્વે કોલોનીના શૌચાલયો ના અર્ધ ખુલા ખાળકુવા અવાર નવાર મુંગા પશુઓ માટે જીવલેણ સાબિત થઈ રહેલછે ઠેકેદારોએ મલાઈ ખાવા માટે અતી નબળી ગુણવત્ત્।ા સાથે લોટ પાણી ને લાકડા જેવો ઘાટ ઉડીને આખે દેખાય આવેછે ત્યારે જવાબદાર અધિકારીયો પણ સાઠગાંઠ કરી ને આંખ આડા કાન ધરે છે ત્યારે પ્રશ્ન તે ઉભો થાય છે કે થોડા સમય ગાળા દરમ્યાન ૨ પશુ ના જીવ લેનાર તેમજ ૩ પશુ ને ઇજા કરનાર આ ખાળખુવા કોઇ માનવનો ભોગ ના લેય ત્યા સુધી રેલ્વેવિભાગ રાહ જોઇ રહી છે ?

અવાર નવાર રજુઆત કરવા સતા પણ તંત્ર દ્વારા આ વાત ગંભીરતા થી સ્વીકારવા મા નથી આવતી અને બીજો ડર તેવો છે કે આ ખાળકુવા મુખ્યમાર્ગ થી માત્ર ૧૦ ફુટ દુર છે અને અર્ધખુલા હાલતમા છે.

અબોલ પ્રાણી માટે જીવલેણ સાબિત થતા આ ખાળકુવા કોઇ બાળક નો ભોગ ના લે તેવી ભીતી સેવાઈ રહી છે આ પ્રશ્ન નો યોગ્ય નિર્ણય નહી લેવામા આવે તો ઉચસ્તરે રજુઆત કરવામા આવછે. તેવી માંગ રાહદારો તેમજ સ્થાનીકો મા ઉઠી રહી છે.

(12:50 pm IST)